પહેલા દિવસે BOX OFFICE પર હીરો બની `ZERO`, ભેગા કર્યા આટલા કરોડ
સમીક્ષકોનું માનવું હતું કે આ ફિલ્મ પહેલા દિવસે 35થી 40 કરોડ રૂપિયાનો બિઝનેસ કરી શકે છે
નવી દિલ્હી : બોલિવૂડના બાદશાહ શાહરૂખ ખાનની ફિલ્મ 'ઝીરો' 21 ડિસેમ્બરે થિયેટરમાં રિલીઝ થઈ છે. આ ફિલ્મમાં શાહરૂખ 'બઉઆ'નો રોલ કરી રહ્યો છે જે 38 વર્ષનો વામન છે અને તેના લગ્ન નથી થઈ રહ્યા. આ ફિલ્મમાં અનુષ્કા સેરિબ્રલ પાલ્સીથી પીડાતી વ્યક્તિનો રોલ કરી રહી છે. આ ફિલ્મમાં કેટરિના બબીતા કુમારી નામની સુપરસ્ટારના રોલમાં છે. આજે આ ફિલ્મની પહેલા દિવસની કમાણીના આંકડા સામે આવ્યા છે.
હે રામ ! પ્રિયંકા અને નિક હજી આપવાના છે એક રિસેપ્શન, 'આ' હશે જગ્યા
બોક્સ ઓફિસ ઇન્ડિયાએ આપેલી માહિતી પ્રમાણે 'ઝીરો'ને ઓપનિંગ ડેના દિવસે લગભગ 20 કરોડ રૂપિયાની કમાણી થઈ છે જે ઠીકઠાક કહી શકાય. સમીક્ષકોની ધારણા હતી કે આ ફિલ્મ પહેલા દિવસે 35થી 40 કરોડ રૂપિયાનો બિઝનેસ કર શકે છે પણ અડધી જ કમાણી થઈ છે. જોકે 20 કરોડનો બિઝનેસ ઓછો તો ન આંકી શકાય. આશા છે કે શનિવારે અને રવિવારે આ આંકડો વધી શકે છે.
ફિલ્મની વાર્તા કંઈક હટકે છે. બઉઆ સિંહ મેરઠનો એક એવો યુવાન છે જેની હાઈટ જોઈએ એવી વધી નથી પણ તે સ્વભાવે એકદમ બિન્દાસ છે. તે આફિયા (અનુષ્કા શર્મા) નામની વૈજ્ઞાનિકના પ્રેમમાં પડે છે. આફિયા સેલેબ્રલ પાલ્સીનો શિકાર હોય છે. તેમની યુનિક લવસ્ટોરી ભારત અને અમેરિકામાં અને પછી સ્પેસમાં પણ આકાર લે છે. આ દરમિયાન તેઓ અનેક રસપ્રદ પડકારોનો સામનો કરે છે. આ લવસ્ટોરીમાં બબિતા કુમારી (કેટરિના કૈફ)ની હાજરી પ્રણય ત્રિકોણનો સર્જે છે. આખરે આ લવસ્ટોરી બઉઆના મંગળ પર ઉતરાણ સાથે પુરી થાય છે.