નવી દિલ્હી: સુશાંત સિંહ રાજપૂત (Sushant Singh Rajput) ના નિધન બાદથી જ તેના ફેન્સ સતત તેના માટે ન્યાયની માગણી કરી રહ્યા છે. અવારનવાર સુશાંત સિંહના ફેન્સ કઈક નવું ટ્વિટર પર ટ્રેન્ડ કરે છે. આવામાં સુશાંતના ફેન્સ એક નવા મુદ્દાને ઉઠાવી રહ્યા છે. એક નવો ટેગ ટ્રેન્ડ થઈ રહ્યો છે. આ વખતે #BoycottBingo ટ્રેન્ડિંગ થયો છે. જેનું કારણ છે રણવીર સિંહની એક નવી એડ. હકીકતમાં રણવીર સિંહની આ એડ જોઈને સુશાંતના ફેન્સ ખુબ જ નારાજ થયા છે અને તેઓ તેને સુશાંત વિરુદ્ધ ગણાવી રહ્યા છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ઘરના આ સભ્યો કોરોના પોઝિટિવ નીકળતા સલમાન ખાન સેલ્ફ આઈસોલેટ 


બિંગો એડ રણવીર માટે બની મુસીબત
એડમાં રણવીરને બિંગો ખાતા બતાવવામાં આવ્યો છે. એડમાં દેખાડ્યું છે કે રણવીર સિંહના ઘરે કેટલાક મહેમાનો આવ્યા છે. આ મહેમાનો તેને આગળનો પ્લાન પૂછી રહ્યા છે. આ સવાલોથી પરેશાન થઈને રણવીર એવા જવાબો આપે છે કે બધાની બોલતી બંધ થઈ જાય છે. રણવીર પોતાના જવાબમાં માર્સ, ફેન્ટમ, એલિયન જેવા શબ્દોનો ઉપયોગ કરે છે. જેને સાંભળીને સામે વાળા ચક્કર ખાઈ જાય છે. 


નિક્કી તંબોલીએ ફટાક દઈને પેન્ટમાં છૂપાવી એવી વસ્તુ...સલમાન જબરદસ્ત ભડક્યો


બિંગોને હેટ મેસેજથી બચવા માટે ઉઠાવ્યું આ પગલું
અત્રે જણાવવાનું કે વિરોધના પગલે બિંગોએ પોતાની યુટ્યૂબ ચેનલ પર પોસ્ટ કરેલા આ વીડિયોના કોમેન્ટ અને લાઈક્સ સેક્શનને બંધ કરી દીધા છે. હવે જોવાનું એ રહેશે કે સોશિયલ મીડિયા પર ચાલી રહેલા આ ટ્રેન્ડનો રણવીર શું જવાબ આપે છે. શું મહેમાનોની જેમ તે નેટિઝન્સની પણ બોલતી બંધ કરી શકશે?


મનોરંજન જગતના વધુ સમાચારો વાંચવા માટે કરો ક્લિક...


કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube