ઘરના આ સભ્યો કોરોના પોઝિટિવ નીકળતા સલમાન ખાન સેલ્ફ આઈસોલેટ 

સલમાન સ્ટાફના સભ્યો કોરોના પોઝિટિવ થતા સેલ્ફ આઈસોલેશનમાં ગયો છે. હાલ સલમાન ખાન રાધેના શુટિંગ ઉપરાંત 'બિગ બોસ 14'ને હોસ્ટ કરે છે. જો તે કોરોના સંક્રમિત થાય તો તેણે ફિલ્મનું શૂટિંગ અધવચ્ચે રોકવું પડશે. 

ઘરના આ સભ્યો કોરોના પોઝિટિવ નીકળતા સલમાન ખાન સેલ્ફ આઈસોલેટ 

નવી દિલ્હી: સુપરસ્ટાર સલમાન ખાન (Salman Khan) ના ડ્રાઈવર સહિત સ્ટાફના બે લોકો કોરોના પોઝિટિવ આવ્યા છે. સલમાન ખાન જેના કારણે સેલ્ફ આઈસોલેટ થયો છે. સલમાન ખાને હાલમાં જ ફિલ્મ રાધેનું શુટિંગ શરૂ કર્યુ છે. આ ફિલ્મમાં સલમાન ખાન સાથે દિશા પટણી મુખ્ય ભૂમિકામાં જોવા મળશે. 

સલમાન સેલ્ફ આઈસોલેટ
સલમાન સ્ટાફના સભ્યો કોરોના પોઝિટિવ થતા સેલ્ફ આઈસોલેશનમાં ગયો છે. હાલ સલમાન ખાન રાધેના શુટિંગ ઉપરાંત 'બિગ બોસ 14'ને હોસ્ટ કરે છે. જો તે કોરોના સંક્રમિત થાય તો તેણે ફિલ્મનું શૂટિંગ અધવચ્ચે રોકવું પડશે. 

કોરોનાનો ડર યથાવત
લોકડાઉનથી છૂટ મળ્યા બાદ અનેક બોલીવુડ સેલેબ્સે ફરીથી કામ શરૂ કર્યું છે. જો કે કોરોનાનો ડર હજુ યથાવત છે. અત્રે જણાવવાનું કે મુંબઈમાં કોરોનાના 2 લાખ 71 હજાર 500થી વધુ કેસ છે. કોરોનાના કારણે અત્યાર સુધીમાં 10615 લોકોના જીવ ગયા છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news