સુશાંતના કેસની સાથે CBIએ શરૂ કરી દિશા સાલિયાનના મોતની તપાસ
સીબીઆઈ દિશા સાલિયાનના 8 જૂને થયેલા મોતના મામલાને સુશાંત સિંહ રાજપૂતના મોત સાથે જોડીને તપાસ કરી રહી છે.
મુંબઈઃ અભિનેતા સુશાંત સિંહ રાજપૂત (Sushant Singh Rajput)ના મોત મામલાની ચાલી રહેલી તપાસ દરમિયાન આજે ગુરૂવારે કેન્દ્રીય તપાસ ટીમ (CBI)એ તેની મેનેજર રહેલી દિશા સાલિયાન (Disha Salian)ના મોતના કેસની તપાસ શરૂ કરી છે. દિશા સાલિયાને સુશાંતના મોતના થોડા દિવસ પહેલા બિલ્ડિંગમાંથી કુદીને આપઘાત કરી લીધો હતો.
સીબીઆઈએ દિશા સાલિયાન મામલાની તપાસ શરૂ કરતા સૌથી પહેલા Cornerstones Company ના માલિક બંટી સચદેવને પૂછપરછ માટે ડીઆરડીઓ ગેસ્ટ હાઉસમાં બોલાવ્યો છે. બંટી સચદેવ અભિનેતા સોહેલ ખાનની પત્નીનો ભાઈ છે.
દિલીપ કુમારના બીજા ભાઈ એહસાન ખાનનું પણ કોરોનાથી નિધન
મહત્વનું છે કે Cornerstones Company એક સેલિબ્રિટી મેનેજમેન્ટ કંપની છે, જે વિરાટ કોહલી સહિત અનેક ક્રિકેટરો અને બોલીવુડ સિતારાઓના પીઆરનું કામ કરે છે. દિશા સાલિયાન આ કંપનીમાં કામ કરતી હતી. મોત પહેલા તે સુશાંત સિંહ રાજપૂતની એક ફિલ્મનું પીઆર સંભાળી રહી હતી.
ઉલ્લેખનીય છે કે સીબીઆઈ દિશા સાલિયાનના 8 જૂને થયેલા મોતના મામલાને સુશાંત સિંહ રાજપૂતના મોત સાથે જોડીને તપાસ કરી રહી છે.
કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube