દિલીપ કુમારના બીજા ભાઈ એહસાન ખાનનું પણ કોરોનાથી નિધન

અભિનેતા દિલીપ કુમારના નાના ભાઈ એહસાન ખાનનું આજે નિધન થયું છે. થોડા દિવસ પહેલા તેમના અન્ય એક નાના ભાઈ અસલમ ખાનનું નિધન થયું હતું. 

દિલીપ કુમારના બીજા ભાઈ એહસાન ખાનનું પણ કોરોનાથી નિધન

નવી દિલ્હીઃ અભિનેતા દિલીપ કુમારના નાના ભાઈ એહસાન ખાનનું આજે નિધન થઈ ગયું. 92 વર્ષીય એહસાન ખાનનો થોડા દિવસ પહેલા કોરોનાનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો અને તેમની સારવાર ચાલી રહી હતી. થોડા દિવસ પહેલા દિલીપ કુમારના નાના ભાઈ અસલમ ખાનનું પણ નિધન થયું હતું. 

દિલીપ કુમારના એકાઉન્ટ પરથી આપવામાં આવી જાણકારી
દિલીપ કુમારના ટ્વીટર એકાઉન્ટથી ટ્વીટ કરવામાં આવ્યું- દિલીપ સાહબના નાના ભાઈ એહસાન ખાનનું થોડા કલાકો પહેલા નિધન થઈ ગયું. તેની પહેલા નાના ભાઈ અસલમનું પણ નિધન થઈ ગયું હતું. આપણે ઈશ્વરના છીએ અને તેમની પાસે પરત જઈએ છીએ. તેના માટે પ્રાર્થના કરો. 

— Dilip Kumar (@TheDilipKumar) September 3, 2020

મહત્વનું છે કે 21 ઓગસ્ટના દિલીપ કુમારના એક નાના ભાઈ અસલમનું નિધન થઈ ગયું હતું. તેઓ કોરોના પોઝિટિવ હતા. અસલમની સાથે ભાઈ એહસાન ખાનની મુંબઈની લીલાવતી હોસ્પિટલમાં સારવાર ચાલી રહી હતી. તેમની ઉંમર આશરે 80 વર્ષની હતી, જ્યારે એહસાન ખાનની ઉંમર 90 વર્ષ છે. 

રિપોર્ટસ પ્રમાણે દિલીપ કુમારની પત્ની અને અભિનેત્રી સાયરા બાનોએ એહસાન અને અસલમની તબીયત ખરાબ થયા બાદ તેમને હોસ્પિટલમાં દાખલ કરાવ્યા હતા. ડોક્ટર જાલિલ પાર્કરે આ વાતની જાણકારી શેર કરી છે. બંન્ને ભાઈઓને બ્લડ પ્રેશરની સમસ્યા હતી અને એક ભાઈ પાર્કિસન સિન્ડ્રોમથી પણ પીડિત હતો. બંન્નેને નોન અનવેસિવ વેન્ટિલેટર પર રાખવામાં આવ્યા હતા. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news