Sushant Case: પુરાવાની શોધમાં સુશાંતના ઘરે પહોંચી CBI, સિદ્ધાર્થ અને નીરજ પણ પહોંચ્યા
સીબીઆઈ (CBI)ની ટીમ રવિવારે ફરીથી સુશાંતસિંહ રાજપૂત (Sushant Singh Rajput)ના બાંદ્રાના ઘરે પહોંચી છે. સીબીઆઈની ટીમની સાથે સિદ્ધાર્થ પિઠાની, દિપેશ સાવંત અને કૂક નીરજ પણ છે. CBI આ લોકોની ફરીથી પૂછપરછ કરી રહી છે.
મુંબઇ: સીબીઆઈ (CBI)ની ટીમ રવિવારે ફરીથી સુશાંતસિંહ રાજપૂત (Sushant Singh Rajput)ના બાંદ્રાના ઘરે પહોંચી છે. સીબીઆઈની ટીમની સાથે સિદ્ધાર્થ પિઠાની, દિપેશ સાવંત અને કૂક નીરજ પણ છે. CBI આ લોકોની ફરીથી પૂછપરછ કરી રહી છે.
ખરેખર, આ બધા નિવેદનો વિરોધાભાસ જોવા મળ્યો છે. પૂછપરછમાં સીબીઆઈને મોટી કડી મળી શકે છે. ખાસ કરીને સિદ્ધાર્થ પિઠાની પાસેથી માહિતી લેવામાં આવી રહી છે કે, સુશાંત અને રિયાને તે કેવી રીતે જાણતો હતો અને 8 જૂનના જ્યારે રિયા ગઇ તો તેનું કારણ શું હતું. સીબીઆઈની ટીમ સિદ્ધાર્થ પિઠાની અને નીરજની સામ-સામે પૂછપરછ કરી રહી છે.
આ પણ વાંચો:- સુશાંત કેસમાં CBI સામે છે આ 3 મોટા પડકાર, ક્રાઈમ સીન પર નાશ થઈ ગયા છે મહત્વના પુરાવા?
સુશાંત કેસની તપાસ કરી રહેલી સીબીઆઈની ટીમ પૂછપરછ માટે કોઈપણ સમયે રિયા ચક્રવર્તીના ઘરે પહોંચી શકે છે. સીબીઆઈએ છેલ્લા બે દિવસમાં સુશાંત સિંહ રાજપૂતના રસોઈયા અને મિત્રોની જે રીતે પૂછપરછ કરી છે તે સ્પષ્ટ છે કે તે રિયા ચક્રવર્તીની પૂછપરછ કરતા પહેલા તેના બધા પુરાવા એકત્રિત કરવા માંગે છે. આ બધા નિવેદનો બાદ સીબીઆઈ રિયા ચક્રવર્તી અને તેના પરિવારની પૂછપરછ કરી શકે છે.
આ સાથે ડીઆરડીઓ ગેસ્ટ હાઉસમાં ફોરેન્સિક ટીમ અને મુંબઈ પોલીસની એક ટીમ પણ પહોંચી ગઈ છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
કોરોના વાયરસ સાથે જોડાયેલા તમામ સમાચાર માટે ક્લિક કરો આ લિંક પર