પ્રેગ્નેન્સીમાં ઘરેથી ધક્કા મારીને કાઢી મુકેલી, બે વાર થયા છૂટાછેડા! આજે બની ગઈ છે બોલીવુડની બોલ્ડ બાળા
Chahat Khanna Latest Photos: બડે અચ્છે લગ્તે હે, કુમકુમ, ભક્તિ હી શક્તિ હૈ જેવી ટીવી સિરિયલમાં કામ કરી ચુકેલી ચાહત ખન્નાએ ઈન્સ્ટાગ્રામ પર લેટેસ્ટ ફોટોઝ મુક્યા છે. જે ખુબ વાયરલ થયા છે. પર્સનલ લાઈફ માટે વિવાદમાં રહેનારી ચાહત ખન્નાના ખુબ વખાણ થઈ રહ્યાં છે.
મુંબઈ: બડે અચ્છે લગ્તે હે, કુમકુમ, ભક્તિ હી શક્તિ હૈ જેવી ટીવી સિરિયલમાં કામ કરી ચુકેલી ચાહત ખન્નાએ ઈન્સ્ટાગ્રામ પર લેટેસ્ટ ફોટોઝ મુક્યા છે. જે ખુબ વાયરલ થયા છે. પર્સનલ લાઈફ માટે વિવાદમાં રહેનારી ચાહત ખન્નાના ખુબ વખાણ થઈ રહ્યાં છે.
માલદીવમાં વેકેશન:
ચાહત ખન્ના આ દિવસોમાં માલદીવમાં સમર વેકેશન માણી રહી છે. અને સુંદર લોકેશન્સ પર જઈને એક પર એક હૉટ ફોટોઝ પર અપલોડ કરી રહી છે. ચાહત ખન્નાએ ઈન્સ્ટાગ્રામ પર ખુબ સુંદર તસવીરો શેર કરી છે જેમા ગેલેમરસ અંદાજમાં બિકીની પહેરીને પોઝ આપતી જોવા મળી છે.
ચાહતે જણાવી દર્દભરી દાંસ્તા:
ચાહત ખન્નાએ જણાવ્યું કે ફરહાન હંમેશા મારી પર નજર રાખતો હતો. તે એક રૂમથી બીજા રૂમમાં જવામાં પણ મારી પર નજર રાખતો હતો. મને મારા બંને બાળકોને એક સાથે બહાર લઈ જવાની અનુમતિ પણ નહોતી. કારણ કે તે જાણતો હતો કે હું એને છોડીની જતી રહીશ. દર બીજા દિવસે મારી પર ગંદા ગંદા આક્ષેપ લાગતા હતા. એટલુ જ નહીં પણ તેના ભાઈ સાથે માર આડા સંબંધ હોવાનો પણ આરોપ લગાવ્યો હતો.
પ્રેગ્નેન્સી દરમિયાન કાઢી મુકી હતી ઘરેથી:
ચાહત ખન્નાએ જણાવ્યું કે તે મારી પ્રેગ્નેન્સી દરમિયાન પુછતો હતો કે શું તે પેલાનું બાળક છે? મારી બીજી ડિલિવરીના ચોથા દિવસે જ તેણે મને ઘરેથી બહાર ધક્કા મારીને કાઢી મુકી હતી. તે ઝઘડા દરમિયાન મને મારતો પણ હતો. ચાર વર્ષ સુધી તકલીફોનો સામનો કરવાની બાબતે ચાહતને પુછવામાં આવેલા સવાલ પર જણાવ્યું કે મને ડર હતો લોકો મને જજ કરશે. કારણ કે આ પહેલા પણ મારા લગ્ન સફળ નહોતા. આ બધી વાતો કોઈ પણ મહિલા માટે સહેલું નથી. પણ મારા માટે બધી હદ પુરી થઈ ગઈ હતી. એટલે જ મે મારા જન્મદિવસના બિલકુલ બે દિવસ પહેલા આ સંબંધ પર પૂર્ણવિરામ લાવવાનો નિર્ણય કર્યો.
20 વર્ષની ઉંમરમાં પહેલા લગ્ન:
આ પહેલા ચાહત ખન્નાના લગ્ન વર્ષ 2006માં થયા હતા જ્યારે તે 20 વર્ષની હતી. તેના લગ્ન ભારત નરસિંઘાનિયા સાથે થયા હતા. જોકે લગ્નના 7 મહિનામાં જ તેણે છુટાછેડા લીધા હતા. મીડિયા રિપોર્ટ અનુસાર ચાહતે પહેલા પતિ પર મારઝુડનો આરોપ લગાવ્યો હતો.