ચેતન ભગતનો દાવો- `છિછોરે`મા ક્રેડિટ ન મળવાથી પરેશાન હતો સુશાંત
જાણીતા લેખક ચેતન ભગતે ખુલાસો કર્યો છે કે ભલે છિછોરે હિટ હોય પરંતુ સુશાંત સિંહ રાજપૂતને તેની ક્રેડિટ ન આપવામાં આવી.
નવી દિલ્હીઃ Sushant was upset for not getting credit for chhichhore: સુશાંત સિંહ રાજપૂતના મોત બાદ તેના વિશે દરરોજ નવા ખુલાસા થઈ રહ્યાં છે. સુશાંતની સાથે ફિલ્મ 'કાય પો છે!' કરનાર જાણીતા લેખક ચેતન ભગતે કેટલાક ચોંકાવનારા ખુલાસા કર્યાં છે. ચેતન ભગતે દાવો કર્યો છે કે સુશાંત પોતાની ફિલ્મ 'છિછોરે'મા ક્રેડિટ ન મળવાથી પરેશાન હતો.
'મીડિયામાં બ્લાઇન્ડ આઇટમ લખવાથી અપસેટ હતો સુશાંત'
એક ન્યૂઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યૂમાં ચેતન ભગતે ખુલાસો કર્યો કે, ભલે 'છિછોરે' હિટ હતી પરંતુ સુશાંત સિંહ રાજપૂતને તેની ક્રેડિટ આપવામાં આવી નહીં. ચેતને આગળ જણાવ્યું કે, સુશાંતે ડાયરેક્ટર અભિષેક કપૂરની સામે તે સ્વીકાર કર્યું કે, તે કંઇ ન કરી શકે અને આ તેને પરેશાન કરે છે. આ સિવાય સુશાંત મીડિયામાં બ્લાઇન્ડ આઇટમ લખવાથી પણ અપસેટ હતો.
સુશાંત સમજી ન શક્યો ઈન્ડસ્ટ્રીની રાજનીતિ
ચેતન ભગત તે લોકોમાં સામેલ થઈ ગયા છે જેને લાગે છે કે સુશાંત સિંહ રાજપૂતે આત્મહત્યા કરી નથી. આ સિવાય તેમણે એક ઈન્ટરવ્યૂમાં કહ્યું હતું કે, સુશાંત શાંત અને સીધા સ્વભાગનો હતો અને ઈન્ડસ્ટ્રીઝની રાજનીતિને સમજી શક્યો નહીં.
સુશાંત કેસમાં CBI સામે છે આ 3 મોટા પડકાર, ક્રાઈમ સીન પર નાશ થઈ ગયા છે મહત્વના પુરાવા?
અભિષેક કપૂરે કહી આ વાત
અભિષેક કપૂરે એક ઈન્ટરવ્યૂમાં કહ્યું કે, કલાકાર નાજુક હોય છે અને ધ્યાન રાખવું જરૂરી હોય છે. તેમણે આગળ કહ્યું કે, તેઓ એક ફિલ્મ બનાવી શકે છે અને તે નક્કી કરી શકે છે દર્શક ફિલ્મ અને એક્ટરને પસંદ કરે પરંતુ તેની ગેરંટી ન આપી શકે.
સુશાંત કેસમાં સીબીઆઈની તપાસ જારી
મહત્વનું છે કે સુશાંત સિંહ રાજપૂતે 14 જૂને મુંબઈના બાંદ્રા સ્થિત ઘર પર આપઘાત કર્યો હતો. હવે સુશાંતના મોતના મામલાની તપાસ સીબીઆઈના હાથમાં છે અને તે ઝડપથી તપાસ કરી રહી છે. સીબીઆઈની ટીમે મુંબઈ પોલીસ પાસે જરૂરી દસ્તાવેજ લઈ લીધા છે અને લોકોની પૂછપરછ કરી રહી છે.
સુશાંત સિંહ રાજપૂત કેસ અંગે તમામ અપડેટ જાણવા કરો ક્લિક...
કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube