મુંબઈ : દીપિકા પાદુકોણ (Deepika Padukone)ના ફેન્સની આતુરતાનો અંત આવ્યો છે. દીપિકાની ફિલ્મ ‘છપાક’ (Chhapaak)નું ટ્રેલર રિલીઝ થઈ ગયું છે. દીપિકાની આ ફિલ્મ પ્રોમિસિંગ લાગી રહી છે. દીપિકા આ ફિલ્મ થકી ફરી એકવાર દર્શકોનું દિલ જીતવા માટે તૈયાર થઈ ગઈ છે. આ ફિલ્મની કહાણી એસિડ અટેક પીડિતા લક્ષ્મી અગ્રવાલ (Laxmi agarwal)ના જીવન પર આધારિત છે. દીપિકાના પાત્રનું નામ આ ફિલ્મમાં માલતી છે. માલતી પર એસિડ અટેક થયા બાદનો ઘટનાક્રમ દર્શાવવામાં આવ્યો છે. દીપિકાએ આ ફિલ્મમાં માલતીનું પાત્ર આત્મસાત કરી લીધું છે. આ ફિલ્મ વિશે લેટેસ્ટ સમાચાર આવ્યા છે કે ફિલ્મના રાઇટ્સ માટે લક્ષ્મી અગ્રવાલને માત્ર 13 લાખ રૂપિયા આપવામાં આવ્યા છે. જોકે આ સમાચાર પર લક્ષ્મીની પ્રતિક્રિયા આવી ગઈ છે. તેણે ઇન્સ્ટાગ્રામ પર આ સમાચારને અફવા ગણાવીને કહ્યું છે કે આ ફેક ન્યુઝ છે. 


ટ્રેલર રિલીઝ કરવામાં આવ્યું છે. 
Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
બોલિવૂડના સમાચાર જાણવા માટે કરો ક્લિક