દયાબહેન પાછા આવશે ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’માં! ક્યારથી? જાણવા કરો ક્લિક
‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ની એક્ટ્રેસ દયાબેન એટલે કે દિશા વાકાણી હવે ઘર ઘરમાં ફેમસ છે
મુંબઈ : સબ ટીવી પર આવતી લોકપ્રિય કોમેડી સીરિયલ ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’માં ‘દયાબેન’નો રોલ કરીને ઘરમાં ઘરમાં જાણીતી થયેલી દિશા વાકાણી ગયા વર્ષે સપ્ટેમ્બરથી શોમાં નજર નથી આવતી. દિશાના ફેન્સ આતુરતાથી તેની શોમાં પાછા ફરવાની રાહ જોઈ રહ્યા છે. દિશાની ગેરહાજરી વિશે જાતજાતની ચર્ચાઓ થતી રહે છે. એક ચર્ચા પ્રમાણે હવે આ શોમાં દિશા પરત નથી ફરવાની. જોકે સિરિયલના મેકર્સે આ મામલે મોટી સ્પષ્ટતા કરી છે.
ટાઇમ્સ ઓફ ઇન્ડિયામાં છપાયેલા અહેવાલ પ્રમાણે સિરિયલના પ્રોડ્યુસર અસિત કુમારે કહ્યું કે, અમે દિશાના કમબેક માટે તેની સાથે વાત કરી રહ્યા છીએ. જો બધું ઠીક રહ્યું કો દિશા આગામી બે મહિનામાં શોમાં કમબેક કરશે. દિશાની ગેરહાજરીમાં પણ શોને સારી રેટિંગ્સ મળી રહી છે. જોકે આ મામલે દિશાએ કોઈ સ્પષ્ટતા નથી કરી.
‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ની એક્ટ્રેસ દયાબેન એટલે કે દિશા વાકાણી હવે ઘર ઘરમાં ફેમસ છે. દિશાએ 30 નવેમ્બર 2017ના રોજ દીકરીને જન્મ આપ્યો હતો. દિશાએ પોતાની લાડલી દીકરીનું નામ સ્તુતિ પડિયા રાખ્યું છે. જેનો અર્થ પ્રાર્થના તેમજ વખાણ થાય છે. હાલ દિશા વાકાણી પોતાની લાડલી સાથે ખૂબસૂરત પળ એન્જોય કરી રહી છે. દિશાએ મુંબઈના ચાર્ટડ એકાઉન્ટન્ટ મયુર પડિયા સાથે 2015ની 24 નવેમ્બરે લગ્ન કર્યા હતા. તેણે ગત સપ્ટેમ્બરમાં શો માટે છેલ્લું શૂટિંગ કર્યું હતું. તેણે નવેમ્બર મહિનામાં સ્વસ્થ બાળકીને જન્મ આપ્યો હતો અને હવે તે હવે પોતાની દીકરીને સમય આપવા માંગે છે.