Maharaj Film: આમિર ખાનના દીકરાની ડેબ્યૂ ફિલ્મ મહારાજ પર વિવાદ વકર્યો, સૌથી પહેલા હાઈકોર્ટ જોશે ફિલ્મ
Maharaj Film Controversy: આમિર ખાનના દીકરા જુનેદ ખાનની પહેલી ફિલ્મ મહારાજ ફિલ્મ 14 જુને રિલીઝ થવાની હતી પરંતુ આ મામલો કોર્ટમાં પહોંચી જતા ફિલ્મની રિલીઝ અટકી ગઈ છે. હવે આ ફિલ્મ પહેલા કોર્ટ જોશે અને પછી ફિલ્મ પર નિર્ણય કરશે.
Maharaj Film Controversy: બોલીવુડના જાણીતા કલાકાર આમિર ખાનનો દિકરો જુનેદ ખાન પણ ફિલ્મોમાં ડેબ્યુ કરવા જઈ રહ્યો છે. જોકે જુનૈદ ખાનની ફિલ્મ રિલીઝ થાય તે પહેલા જ ખૂબ જ ખરાબ રીતે વિવાદોમાં આવી ગઈ છે. આ વિવાદ એટલો વકર્યો છે કે મામલો કોર્ટ સુધી પહોંચી ગયો છે. આમિર ખાનના દીકરા જુનેદ ખાનની પહેલી ફિલ્મ મહારાજ છે. જેનો વિવાદ ગુજરાત હાઇકોર્ટમાં પહોંચ્યો છે. આ ફિલ્મને લઈને બુધવારે કોર્ટમાં સુનવણી પણ થઈ હતી અને કોર્ટે ફિલ્મ પર પ્રતિબંધ મૂકવાની વાત પર કહ્યું હતું કે આ ફિલ્મ પહેલા કોર્ટ જોશે અને પછી ફિલ્મ પર નિર્ણય કરશે.
આ પણ વાંચો: થિયેટર પછી OTT પર ધુમ મચાવશે મુંજ્યા, જાણો કયા પ્લેટફોર્મ પર ક્યારે રિલીઝ થશે ફિલ્મ
હાઇકોર્ટમાં સુનવણી દરમિયાન કહેવામાં આવ્યું કે મહારાજ ફિલ્મ જોયા પછી નક્કી કરવામાં આવશે કે ફિલ્મ પર સંપૂર્ણ પ્રતિબંધ લગાવવો કે પછી તેને રિલીઝ થવા દેવી. તેના માટે યશરાજ ફિલ્મ્સ તરફથી કોર્ટને લીંક અને પાસવર્ડ આપવામાં આવ્યા છે. આ ફિલ્મ જોયા પછી હવે હાઇકોર્ટ પોતાનો નિર્ણય સંભળાવશે.
આ મામલે કોર્ટમાં શૈલેષ પટવારી નામના વ્યક્તિએ એવી પણ અરજી દાખલ કરી છે કે, ઓટીટીને ભારત સરકારના અધિકારમાં લાવવા માટે કડક કાયદા બનાવવાની જરૂર છે નહીં તો કોઈ પણ વ્યક્તિ ઓટીટી પર આવીને કંઈ પણ દેખાડી દેશે. જે ખૂબ જ જોખમી છે.
મહારાજ ફિલ્મની સ્ટોરી
આ પણ વાંચો: Sonakshi Sinha: લગ્ન પહેલા સાસરે પહોંચી સોનાક્ષી, સાસુ-સસરા, નણંદ સાથેનો ફોટો વાયરલ
મહારાજ ફિલ્મની સ્ટોરી 1862 માં બ્રિટિશ રાજ દરમિયાનના કરસનદાસ મૂળજીના માનહાની કેસ પર આધારિત છે. તેઓ સમાજ સુધારક અને પત્રકાર હતા. ભારતીય કાયદાના ઇતિહાસમાં આ કેસનો ખૂબ જ પ્રભાવ જોવા મળે છે. આ મામલામાં યદુનાથજી મહારાજે કરસનદાસ પર માનહાનીનો કેસ કર્યો હતો અને કહ્યું હતું કે તે ભક્તોમાં તેમની છબી બગાડી રહ્યા છે.
આ પણ વાંચો: ઋતિક રોશનને ડેટ કરવાના કારણે સબાના કરિયર પર થઈ ખરાબ અસર, 2 વર્ષ ન મળ્યું કામ
આ મામલામાં તત્કાલીન બોમ્બે સુપ્રીમ કોર્ટના બ્રિટિશ જજે દોઢ મહિના સુધી સુનાવણી કરીને કરસનદાસના પક્ષમાં નિર્ણય સંભળાવ્યો હતો. મહારાજ ફિલ્મમાં જુનેદ પત્રકાર કરસનદાસ મૂળજીના પાત્રમાં છે. જ્યારે જયદીપ અહલાવત વિલનના રોલમાં છે.
આ ફિલ્મ હિન્દુ ભાવનાઓને ઠેસ પહોંચાડે તેવી હોવાનો આરોપ લગાડવામાં આવ્યો છે. ગુજરાત હાઇકોર્ટમાં જે યાચકા દાખલ કરવામાં આવી છે તેમાં કહેવામાં આવ્યું છે કે ફિલ્મમાં હિન્દુ ધર્મની નિંદા કરવામાં આવી છે અને ભગવાન કૃષ્ણ વિરુદ્ધ પણ નીંદનીય વાતો કહેવામાં આવી છે. મહત્વનું છે કે મહારાજ ફિલ્મ 14 જુને રિલીઝ થવાની હતી પરંતુ આ મામલો કોર્ટમાં પહોંચી જતા ફિલ્મની રિલીઝ અટકી ગઈ છે.