Coolie No. 1 Review: Varun-Sara એ કર્યા નિરાશ, જૂના ફ્લેવરમાં નવી કહાની છે કંટાળાજનક
રાજૂના રોલમાં વરૂણ ધવન (Varun Dhawan)એ એન્ટરટેન કરવાનો પુરો પ્રયત્ન કર્યો છે. તેમની કોમેક ટાઇમિંગ સારી છે, પરંતુ ગોવિંદા સાથે તુલના કરો તો તે નિરાશ કરી શકે છે.
વર્ડિક્ટ- 2 સ્ટાર
કલાકાર- વરૂણ ધવન, સારા અલી ખાન, પરેશ રાવલ , શિખા તલસાનિયા, જોની લીવર, રાજપાલ યાદવ, જાવેદ જાફરી
નિર્દેશક- ડેવિડ ધવન
નવી દિલ્હી: વરૂણ ધવન (Varun Dhawan) અને સારા અલી ખાન સ્ટારર કુલી નંબર 1 (Coolie No. 1) ના ફેન્સ ઘણા લાંબા સમયથી રાહ જોઇ રહ્યા હતા. આજે ક્રિસમસના અવસર પર ફિલ્મને અમેઝોન પ્રાઇમ (Coolie No 1 On Prime) પર રિલીઝ કરવામાં આવી છે. કુલ નંબર 1 ડેવિડ ધવનના નિર્દેશતમાં બની છે. 1995માં આવેલી ગોવિંદાની ફિલ્મ કુલી નંબર 1ની રિમેક છે. ફિલ્મના 1995ના ફ્લેવરને ફેન્સ સામે નવા રૂપમાં રજૂ કરવામાં આવી. ફિલ્મમાં કોમેડીનો જોરદાર તડકો લગાવવાનો પ્રયત્ન કર્યો છે. જો તમે જાણવા માંગો છો કે આ ફિલ્મ કેવી છે તો તમારે રિવ્યૂં વાંચી લેવો જોઇએ.
વિવાદોમાં ઘેરાઇ 'Gangubai Kathiawadi', Alia Bhatt અને Sanjay Leela Bhansali વિરૂદ્ધ કેસ દાખલ
ફિલ્મની કહાની
ફિલ્મની કહાની શરૂ થાય છે ગોવાના અમીર હોટલ માલિક રોજારિયો (પરેશ રાવલ). રોજારિયો પોતાની બે પુત્રીઓ માટે પોતાના કરતાં પણ વધુ અમીર જમાઇ શોધી રહ્યા છે. એવામાં તેના ઘરની પુત્રી સારા (સારા અલી ખાન) (Sara Ali Khan) માટે માંગુ લઇને પહોંચે છે. પંડિત જય કિશન (જાવેદ જાફરી, Javed Jaffrey), પરંતુ રોજારિયો આ પંડિતની ખૂબ ઇંસલ્ટ કરી દે છે. ત્યારબાદ પોતાના આ અપમાનનો બદલે લેવાનું જયકિશન નક્કી કરી લે છે. તેના માટે તે કુલી નંબર 1 (Coolie No. 1) એટલે રાજૂ (વરૂણ ધવન)નો સાથે લે છે. તે રાજૂને એક નકલી અમીર પ્રિંસ બનાવીને રોજારિયો પાસે લઇ જાય છે. લગ્ન કરવા માટે રાજૂ નામ બદલીને કરોડપતિ કુંવર મહેન્દ્ર પ્રતાપ સિંહ બનવાનું નાટક રચે છે. સારા અને રાજૂ એકબીજાના પ્રેમમાં એકદમ ડૂબી જાય છે. પરંતુ તેની સચ્ચાઇ જ્યારે સામે આવે છે તો તે વધુ એક કહાની બનાવે છે. - જુડવા ભાઇની. સારા સાથે લગ્ન બચાવી રાખવા માટે તે એક પછી એક ઝૂઠ બોલે છે, પરંતુ ધીમે ધીમે મામલો તેમના હથમાંથી નિકળી જાય છે અને તે એક મોટી મુશ્કેલીમાં ફસાઇ જાય છે.
Bye Bye 2020: કોરોના કાળમાં રિયલ લાઈફ હીરો બન્યા આ બોલીવુડ અભિનેતા
કોમેડી ડોઝ
ફિલ્મમાં આવ તો જૂના ફ્લેવરને પીરસવામાં આવ્યો છે, પરંતુ જો જે કોઇએ ગોવિંદા અને કરિશ્માની કુલી નંબર 1 (Coolie No. 1) જોઇ હશે, તેને આ ફિલ્મ ઓછી પસંદ આવશે. 2020માં પણ આ ફિલ્મ 1995માં જ સમેટાઇ ગઇ હતી. ફિલ્મમાં ઘણા એવા સીન્સને રજૂ કરવામાં આવ્યા છે જે ફેન્સને સમજની પરે હોવાના છે. ફિલ્મમાં જોરદાર કોમેડી સીન્સને બતાવવામાં આવ્યા છે, પરંતુ જો તમે તેની સ્ટાર કાસ્ટના ફેન છો તો ફિલ્મ જોઇ શકો છો. ફિલ્મમાં ઘણા એવા સ્ટાર્સ છે, જેનું કામ સારું છે.
બોલીવુડની 5 એવી ફિલ્મો, જે તમને જણાવશે કે Arranged Marriage કેમ છે બેસ્ટ
એક્ટિંગ
રાજૂના રોલમાં વરૂણ ધવન (Varun Dhawan)એ એન્ટરટેન કરવાનો પુરો પ્રયત્ન કર્યો છે. તેમની કોમેક ટાઇમિંગ સારી છે, પરંતુ ગોવિંદા સાથે તુલના કરો તો તે નિરાશ કરી શકે છે. ફિલ્મના અટપટા ડાયલોગ્સમાં પરેશ રાવલ ફસાતા જોવા મળી રહ્યા છે. તેમછતાં પણ પરેશે હંમેશાની માફક છાપ છોડી છે. એવું લાગી રહ્યું છે કે ફિલ્મમાં સારા અલી ખાન અને રાજપાલ યાદવ છે એટલું જ નહી. એટલે કે બંનેને ખૂબ ઓછી જગ્યામાં મૂવી મળી છે. તો બીજી તરફ જાવેદ જાફરી, સાહિલ વૈધ અને શિખા તલસાનિયાએ નાના પાત્રોની સાથે ન્યાય કર્યો છે અને પ્રભાવી રહ્યા છે.
નિર્દેશન
ડેવિડ ધવનની વાત કરવામાં આવે તો તેમણે પોતાની જ ફિલ્મના રિમેક સાથે ન્યાય કર્યો નથી. 1995 થી 2020. 25 વર્ષોના ફરકને જોતાં ફિલ્મમાં કેટલાક ફેરફારની જરૂર હતી, પરંતુ પટકથાને પુરી રીતે નજરઅંદાજ કરવામાં આવી છે. ફિલ્મમાં અમીરી અને ગરીબી બંનેને ખૂબ સારી રીતે બતાવવામાં આવી છે.
બોલીવુડ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube