Bye Bye 2020: કોરોના કાળમાં રિયલ લાઈફ હીરો બન્યા આ બોલીવુડ અભિનેતા

રીલ લાઈફમાં તો તમે રૂપેરી પડદા પર હીરોને જોયા હશે. પણ કોરોનાના કપરા કાળમાં રીલ લાઈફના હીરો રિયલ લાઈફના હીરો બનીને ઉભરી આવ્યાં.

Updated By: Dec 22, 2020, 06:58 PM IST
Bye Bye 2020: કોરોના કાળમાં રિયલ લાઈફ હીરો બન્યા આ બોલીવુડ અભિનેતા

ઝી બ્યૂરો, અમદાવાદઃ દેશમાં કોવિડ-19 મહામારીના કારણે વર્ષ 2020 સૌથી અઘરા વર્ષોમાંથી એક રહ્યું. આ દરમિયાન કેટલાંક રીલ લાઈફ હીરો રિયલ લાઈફ હીરો બનીને સામે આવ્યા. કોરોના વોરિયર્સ બનવા માટે આ સિતારાઓએ માત્ર પોતાના અવાજ અને સ્ટારડમનો જ ઉપયોગ ન કર્યો. પરંતુ પોતાના સંસાધનોનો પણ ઉપયોગ કર્યો.

સોનુ સૂદ: પ્રવાસી મજૂરોને પોતાના વતન સુધી સુરક્ષિત પહોંચાડવા માટે પરિવહન, આવાસ અને એક હેલ્પલાઈન નંબરની વ્યવસ્થા કરીને એક મિસાલ રજૂ કરી. કોરોનાકાળમાં અભિનેતા હજારો પ્રવાસી શ્રમિકો માટે એક મસીહા બની ગયો. સોનુ સુદે મેડિકલ કર્મચારીઓને રહેવા માટે જૂહુ સ્થિત પોતાની હોટલમાં વ્યવસ્થા કરી અને મુંબઈમાં ગરીબો માટે નિયમિત રીતે ભોજનની વ્યવસ્થા પણ કરી. અભિનેતાએ ટ્વિટર પર પોતાની અને લોકોની વચ્ચે સંપર્કની લાઈન પણ ખોલી નાંખી. જેથી તે તેમના મુદ્દાને જાણી શકે.

Hrithik Roshan is very sad about current world situation | Hrithik Roshan  का छलका दर्द, कहा- 'खुद को लाचार महसूस कर रहा हूं' | Hindi News, बॉलीवुड

રીતિક રોશન: પ્રધાનમંત્રી અને મુખ્યમંત્રી રાહત કોષમાં એક મોટી રકમ દાન કરવા ઉપરાંત રીતિક રોશન પોલીસ અધિકારીઓ અને બીએમસી કાર્યકર્તાઓ સહિત કોરોના ફ્રન્ટ લાઈન વર્કર્સને સુરક્ષા માટે જરૂરી સામાન પહોંચાડવામાં મદદ કરતો રહ્યો. તેમનામાં જોશ અને ઉત્સાહનો જાળવી રાખવા માટે અભિનેતાએ સોશિયલ મીડિયા પર બેચ ઓફ 2020 માટે એક પ્રેરક સંદેશ આપ્યો. તે ઉપરાંત સોશિયલ મીડિયા પ્લેટફોર્મનો ઉપયોગ ટ્રેનમાં મુસાફરી કરવા દરમિયાન ખતરા વિશે જાગૃતતા લાવવા માટે પણ કર્યો. રીતિક રોશન મીડિયા કર્મીઓને નાણાંકીય સહાયતા આપવા માટે પહેલા વ્યક્તિઓમાંથી એક હતી. અને ત્યાં સુધી કે તેણે સિનટાનું પણ પોતાનું સમર્થન આપ્યું. યુવા સપનાઓને સાકાર કરવા માટે રીતિકે એક મહત્વાકાંક્ષી વંચિત બેલે ડાન્સરને પ્રાયોજિત કર્યો અને ત્યાં સુધી કે 100થી વધારે ડાન્સર્સના સમર્થનમાં રકમ દાન કરી. જેમની પાસે કામ ન હતું.

અક્ષય કુમાર: કોવિડ-19ના પ્રસારને રોકવા માટે મહત્વના લોકડાઉન નિયમો વિશે સ્ટાર સક્રિય રૂપથી જાગૃતતા ફેલાવતો રહ્યો. અભિનેતાએ પીએમ-કેયર્સ ફંડ, મુંબઈ પોલીસ ફાઉન્ડેશન, બીએમસી અને સિનટા સહિત અનેક યુનિટમાં પોતાનું યોગદાન આપ્યું. અક્ષયે મહામારીથી પ્રભાવિત લોકો માટે ધન એકઠું કરવા માટે બોલિવુડના સૌથી મોટા ધન સંગ્રહ કાર્યક્રમમાં પણ ભાગ લીધો.

Salman Khan went uninvited to the first look launch of Rajinikanth's '2.0'  just to meet the Tamil superstar | People News | Zee News

સલમાન ખાન: સલમાન ખાને ફેડરેશન ઓફ વેસ્ટર્ન ઈન્ડિયા સિને એમ્પ્લોઈઝના 25,000 દૈનિક કામ કરનારા કર્મચારીઓને નાણાંકીય સહાયતા આપી. ઓલ ઈન્ડિયા સ્પેશિયલ આર્ટિસ્ટ એસોસિયેશનના સભ્ય હતા. અને તેની સાથે તેણે અનેક સ્પોટ બોયની પણ મદદ કરી. પોતાની સંસ્થા બીઈંગ હ્યૂમનના માધ્યમથી તેણે જરૂરિયાતમંદોને ભોજન સામગ્રી પહોંચાડવા માટે ફૂડ ટ્રક બીઇંગ હંગ્રીની શરૂઆત કરી. તેણે આ દરમિયાન લોકોને અન્નદાન કરવા માટે પણ પ્રોત્સાહિત કરી.

પ્રભાસ: પ્રભાસે આંધ્ર પ્રદેશના સીએમ રિલીફ ફંડ અને તેલંગાણાના સીએમ રિલીફ ફંડ અને કોરોના ક્રાઈસિસ ચેરિટીને વધારાની 50 લાખ રૂપિયાની રકમ દાનમાં આપી. જે અંતર્ગત તેલુગુ સિનેમાના દૈનિક પગારકર્મીઓ અને ફિલ્મ ઈન્ડસ્ટ્રી સાથે જોડાયેલા શ્રમિકોની મદદ પણ કરી હતી. પ્રભાસે પ્રધાનમંત્રી રાષ્ટ્રીય રાહત કોષમાં પણ 3 કરોડ રૂપિયાનું દાન કર્યુ. પ્રભાસે ઈકો-પાર્ક માટે 2 કરોડની રકમ વિકાસ નિધિની સાથે તેલંગાણામાં 1650 એકર વન ભૂમિની જવાબદારી પણ લીધી છે. જેનું નામકરણ દિવંગત પિતા ઉપ્પલપતિ સૂર્ય નારાયણ રાજુના નામ પર રાખવામાં આવશે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube