કોરોનાઃ અક્ષયે દાન કર્યાં 25 કરોડ રૂપિયા, ટ્વિંકલ બોલી- ગર્વ છે તારા પર
અક્ષય કુમારની આ પહેલથી ફેન્સ તો ખુબ ખુશ છે, સૌથી વધુ ગર્વ અનુભવી રહી છે તેની પત્ની અને અભિનેત્રી ટ્વિંકલ ખન્ના.
નવી દિલ્હીઃ કોરોના વાયરસ સામે તમામ દેશ લડાઈ લડી રહ્યાં છે. હજારો લોકો પોતાનો જીવ ગુમાવી ચુક્યા છે. આ સંકટના સમયમાં દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ બધાને PM-Cares Fund માં પોતાનો સહયોગ આપવાની વાત કરી હતી. આ વાત પર સૌથી પહેલા અમલ કર્યો બોલીવુડના ખેલાડી અક્ષય કુમારે. તેણે સીધી 25 કરોડની સહાયતા રાશિ આપવાની જાહેરાત કરી છે.
અક્ષયની પહેલ પર ટ્વિંકલ ખન્નાનું રિએક્શન
અક્ષય કુમારની આ પહેલથી ફેન્સ તો ખુશ છે, સૌથી વધુ ગર્વ અનુભવ કરી રહી છે તેની પત્ની અને અભિનેત્રી ટ્વિંકલ ખન્ના. તેણે ટ્વીટર પર એક મોટી પોસ્ટ લખી પોતાની ખુશી વ્યક્ત કરી છે. તે લખે છે- આ વ્યક્તિ મને કેટલો વર્ગનો અનુભવ કરાવે છે. મેં અક્ષયને પૂછ્યું કે શું તે ખરેખર આટલી મોટી રકમ આપશે કારણ કે આટલા પૈસા અમારે ભેગા કરવા પડત. પરંતુ અક્ષયે મને તે વાત કરી કે મારી પાસે કંઇ ન હતું જ્યારે મેં મારૂ કરિયર શરૂ કર્યું હતું, આજે જ્યારે મારી પાસે છે તો પીછેહટ ન કરી શકું. જેની પાસે કંઇ નથી તેની મદદ કર્યા વિના ન રહી શકું.
Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
કોરોના વાયરસ સાથે જોડાયેલા તમામ સમાચાર માટે ક્લિક કરો આ લિંક પર