`ક્રાઇમ પેટ્રોલ`ના જાણીતા અભિનેતા શફીક અંસારીનુ થયુ નિધન, કેન્સરે લીધો જીવ
ટીવીની દુનિયાના જાણીતા અભિનેતા શફીક અંસારીનુ મુંબઈમાં નિધન થઈ ગયુ છે. તેમણે રવિવાર છેલ્લો શ્વાસ લીધો હતો.
મુંબઈઃ જાણીતા ટીવી અભિનેતા શફકી અંસારીનું નિધન થઈ ગયું છે. તેઓ કેન્સરથી પીડિત હતા. છેલ્લા 12 દિવસમાં આ મનોરંજન જગત માટે ત્રીજો મોટો ઝટકો છે. સિનેમા અને ટીવી ઇન્ડસ્ટ્રીઝ સાથે જોડાયેલા ત્રણ દિગ્ગજ આ દુનિયાને અલવિદા કહી ચુક્યા છે. 29 એપ્રિલે ઇરફાન અને 30 એપ્રિલે ઋષિ કપૂરનું પણ કેન્સરની બીમારીને કારણે અવસાન થયું હતું. હવે ટીવી જગતના જાણીતા અભિનેતા પણ કેન્સર સામે જંગ હારી ગયા છે.
ટીવીની દુનિયાના જાણીતા અભિનેતા શફીક અંસારી (Shafique Ansari)નું મુંબઈમાં નિધન થઈ ગયું છે. તેમણે રવિવારે છેલ્લો શ્વાસ લીધો હતો.
પેટના કેન્સરથી હતા પીડિત
શફીક અંસારી ટીવીના પ્રખ્યાત શો 'ક્રાઇમ પેટ્રોલ'માં લાંબા સમય સુધી રહ્યા હતા. મુંબઈના મદનપુરા વિસ્તારમાં રહેતા શફીક અંસારીને પેટનું કેન્સર હતુ. ઘણા વર્ષોથી તેમની સારવાર ચાલી રહી હતી. ગઈકાલે સાંજે 6 કલાકે તેમનું નિધન થયુ હતુ. શફીકના ધર્મપત્ની ગૌહર અંસારીએ ઝી ન્યૂઝ સાથે ફોન પર વાતચીતમાં જણાવ્યુ કે શફીકની તબીયત ગઈકાલે દિવસભર સારી હતી. પરંતુ સાંજે 5.30 કલાક બાદ તબીયત બગડી અને નિધન થઈ ગયુ હતુ.
શાહરૂખે ફેન્સને આપી વીડિયો કોલ પર વાત કરવાની તક, બસ કરવું પડશે આ કામ
શફીક અંસારીની ઉંમર 52 વર્ષની હતી. તેઓ ત્રણ પુત્રી, પત્ની અને પોતાની માતાની સાથે મુંબઈમાં રહેતા હતા. તેઓ છેલ્લા બે વર્ષથી કેન્સરથી પીડાતા હતા. તેમને થઓરેસિક કેન્સરની બીમારી હતી. થોડા મહિના પહેલા ફેફસામાં પણ ઇન્ફેક્શન થઈ ગયું હતું. તેમને શ્વાસ લેવા માટે ઓક્સિજન પંપની પણ જરૂર પડતી હતી. આયુર્વેદિક દવા પણ લઈ રહ્યા હતા. પરંતુ રવિવારે સાંજે અચાનક તબીયત ખરાબ થયા બાદ તેમનું નિધન થઈ ગયું હતું. શફીકના ધર્મપત્ની ગૌહર અનુસાર ફિલ્મ ઇન્ડસ્ટ્રીઝ સાથે જોડાયેલા અને તેમના સ્કૂલના કેટલાક મિત્રો ઘણા સમયથી તેમની મદદ કરી રહ્યા હતા.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
કોરોના વાયરસ સાથે જોડાયેલા તમામ સમાચાર માટે ક્લિક કરો આ લિંક પર