Disha Vakani: પતિની 3 શરતોને કારણે 7 વર્ષથી ટીવીથી દૂર `દયાબેન`, રિયલ લાઈફમાં પણ સુપરસ્ટાર છે દિશા વાકાણી
Disha Vakani: `તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા`ના દયાબેન એટલે કે દિશા વાકાણીનો આજે 46માં જન્મદિવસ છે. દિશા વાકાણી એ અભિનેત્રી છે જેની દર્શકો સાત વર્ષથી પુનરાગમનની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. આજે પણ તેના સ્ટારડમ અને લોકપ્રિયતામાં કોઈ ઘટાડો થયો નથી.
Disha Vakani: લોકપ્રિય ટીવી શો 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા'થી 'દયાબેન' તરીકે પ્રખ્યાત થયેલી અભિનેત્રી દિશા વાકાણીનો 17મી ઓગસ્ટે 46મો જન્મદિવસ છે. દિશા વાકાણી એક એવી અભિનેત્રી છે જેણે અપાર સ્ટારડમ જોયું છે. તેની ગણતરી ટીવીની સૌથી વધુ કમાણી કરતી અભિનેત્રીઓમાં થતી હતી. પરંતુ જ્યારે પરિવાર અને બાળકોની વાત આવી ત્યારે તેણે શો અને કરિયર છોડવામાં એક ક્ષણનો પણ વિલંબ કર્યો ન હતો. દિશા વાકાણીએ દયાબેનના પાત્રમાં એવો દરજ્જો મેળવ્યો હતો કે આજે પણ ચાહકો 'તારક મહેતા...'માં તેની વાપસીની રાહ જોઈ રહ્યા છે. દિશા વાકાણીએ 'તારક મહેતા...' છોડ્યાને સાત વર્ષ થઈ ગયા છે, પરંતુ દર્શકો માત્ર તેણીને જ દયાબેનની ભૂમિકામાં જોવા માંગે છે, અન્ય કોઈને નહીં. નિર્માતાઓને પણ આશા છે કે દિશા વાકાણી એક દિવસ પરત ફરશે.
આ પણ વાંચો: પ્રિયંકા-નિકનું લિપલોક જોઈ ચાહકોને આવી શરમ, દેશી ગર્લનો ચુમ્મા ચાટીનો Video વાયરલ
કરિયર પહેલા પરિવાર..
જ્યારે ઘણી હિરોઇનો સામાન્ય રીતે કારકિર્દીની ટોચ પર હોય ત્યારે લગ્ન કરતી નથી કે લગ્નની વાત છુપાવીને રાખે છે કારણ કે તેમની કારકીર્દી પર નકારાત્મક અસર પડે છે. દિશા વાકાણીએ પોતાની કારકિર્દીને દાવ પર લગાવી દીધી અને પોતાનું કરિયર બરબાદ કરી દીધું એ પણ પરિવાર માટે..... તે સાત વર્ષથી ટીવી અને એક્ટિંગથી દૂર છે, પરંતુ તેનું સ્ટારડમ હજુ પણ અકબંધ છે. દર્શકોની નજરમાં તે કોઈ સુપરસ્ટારથી ઓછી નથી.
આ પણ વાંચો: હવે 'સોઢી' એ આપ્યો ઓનસ્ક્રીન પત્ની જેનીફરનો સાથ, તારક મેહતા શોના મેકર્સની ખોલી પોલ
થિયેટરથી શરૂઆત, પરિવાર માટે તમામ પ્રકારની ફિલ્મો કરી
દિશા વાકાણીએ નાનપણથી જ થિયેટર કરવાનું શરૂ કરી દીધું હતું. તેમના પિતા ભીમ વાકાણી ગુજરાતી રંગભૂમિના જાણીતા કલાકાર છે. જેથી દિશા વાકાણીને અભિનયમાં રસ પડ્યો. જેને શરૂઆતમાં 'કમસીન: અનટચ્ડ' નામની બી-ગ્રેડ ફિલ્મમાં પણ કામ કર્યું હતું, જેમાં તેણીના ખૂબ જ અંતરંગ દ્રશ્યો હતા.
આ પણ વાંચો: એક્ટર સાથે ઈંટીમેટ સીન કરવા શા માટે તૈયાર થઈ ઐશ્વર્યા ? કિસિંગ સીન પર કર્યો ખુલાસો
'દયાબેન' બનીને મળ્યું સ્ટારડમ
દિશા વાકાણીએ 'દેવદાસ', 'મંગલ પાંડે', 'સી કંપની' અને 'જોધા અકબર' જેવી ફિલ્મોમાં પણ કામ કર્યું, પરંતુ તેને લોકપ્રિયતા 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા'થી જ મળી. આ શોમાં કામ કરતી વખતે દિશા વાકાણી ટીવીની સૌથી વધુ કમાણી કરતી અભિનેત્રીઓમાંની એક બની ગઈ હતી.
પહેલો પગાર 250 રૂપિયા હતો, 'દયાબેન' બન્યા અને લાખો કમાઈ
દિશા વાકાણીએ એક ઈન્ટરવ્યુમાં જણાવ્યું હતું કે જ્યારે તે થિયેટર કરતી હતી ત્યારે તેને એક નાટક માટે 250 રૂપિયા મળતા હતા. પરંતુ તે 'તારક મહેતા...' સુધી પહોંચી ત્યાં સુધીમાં તેનો પગાર અનેકગણો વધી ગયો. આ શોમાં, તેણીએ એક એપિસોડ માટે 1 લાખ રૂપિયા સુધી લેતી હતી.
આ પણ વાંચો: Leaked Video: બોલીવુડના 7 સૌથી ચર્ચિત MMS, અભિનેત્રીઓ જોવા મળી આપત્તિજનક સ્થિતિમાં
2017માં 'તારક મહેતા' છોડી, પુત્રની માતા બની
જો કે, દિશા વાકાણીએ વર્ષ 2017માં 'તારક મહેતા...'માંથી બ્રેક લીધો અને એક પુત્રની માતા બની. તેણે 2015માં મુંબઈ સ્થિત ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ મયુર પડિયા સાથે લગ્ન કર્યા હતા. દિશા વાકાણી માતા બન્યાના થોડા સમય બાદ શોમાં પરત ફરવાની હતી, પરંતુ આવી શકી નહીં. જેનો તેના પતિએ મોટો ખુલાસો કર્યો હતો.
પતિ અને પરિવાર માટે કારકિર્દી છોડવી પડી
'દૈનિક ભાસ્કર'ના અહેવાલ મુજબ, દિશા વાકાણીના પતિ મયુર 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા'માં પાછા ફરવાના નિર્ણયથી ખુશ ન હતા. દિશા વાકાણીએ કમબેક માટે પ્રોમો પણ શૂટ કર્યો હતો. પરંતુ પતિ મયુર ઈચ્છતો હતો કે તે તેની કારકિર્દી છોડીને બાળકોના ઉછેર માટે ઘર સંભાળે. ત્યારબાદ દિશા વાકાણીએ નિર્માતા અસિત મોદી સાથે વાત કરી અને કહ્યું કે તે હવે પરત નહીં આવે.
આ પણ વાંચો: માથાની ટાલમાં પણ નવા વાળ ઉગવા લાગશે, નારિયેળ તેલમાં મિક્સ કરી વાળમાં લગાડો આ વસ્તુ
દિશા વાકાણીના પતિની 3 શરતો
રિપોર્ટસ અનુસાર, દિશા વાકાણીના પતિએ 'તારક મહેતા...'ના નિર્માતાઓ સાથે વાત કરી હતી અને ત્રણ શરતો રાખી હતી, જે પૂર્ણ કર્યા પછી દિશા વાકાણી શોમાં પરત ફરી શકે છે. પતિએ કહ્યું હતું કે દિશા વાકાણીની ફી વધારીને 1.5 લાખ રૂપિયા પ્રતિ એપિસોડ કરવી જોઈએ. તે દિવસમાં માત્ર 3 કલાક કામ કરશે. એટલું જ નહીં, એવું પણ કહેવાય છે કે દિશા વાકાણીના પતિએ સેટ પર એક પર્સનલ નર્સરીની પણ માંગણી કરી હતી, જ્યાં અભિનેત્રી શૂટ દરમિયાન તેના ન્યૂ બોર્ન બેબીને રાખી શકે. જો કે, દિશા વાકાણીના પતિએ એક ઈન્ટરવ્યુમાં આ તમામ બાબતોને નકારી કાઢી હતી અને કહ્યું હતું કે તે આ વિશે વાત કરવા નથી માંગતા.
આ પણ વાંચો: Monsoon Insects: સાંજ પડે ને ઘરમાં ઘુસી જાય છે પાંખવાળી જીવાત ? ફોલો કરો આ ટીપ્સ
દિશા વાકાણી સંતાન માટે એક્ટિંગથી દૂર
દિશા વાકાણીની સારી મિત્ર અને અભિનેત્રી જેનિફર મિસ્ત્રીએ એકવાર એક મુલાકાતમાં કહ્યું હતું કે દિશા વાકાણી તેની પુત્રીને કારણે અભિનયમાં પાછી ફરી રહી નથી. તેણી ટૂંક સમયમાં પરત ફરશે. દિશા વાકાણી હાલમાં ગૃહિણી છે અને ઘર અને બાળકોની સંભાળ રાખવામાં વ્યસ્ત છે.