દીપિકાને લગ્ન પછી પહેલો ઝટકો! દૂધમાં પડેલી માખીની જેમ ફેંકાઈ શાહરૂખ અને સલમાનની ફિલ્મમાંથી
દીપિકા અને રણવીરના લગ્ન હાલમાં મીડિયામાં ચર્ચાનો મુદ્દો બનેલા છે
મુંબઈ : બોલિવૂડના બે સુપરસ્ટાર્સ સલમાન ખાન અને શાહરૂખ ખાનને એકસાથે ફિલ્મમાં જોવા માટે તેના ચાહકો તલપાપડ છે. બોલિવૂડના અનેક દિગ્ગજોએ આ બંનેને સાથે સાઇન કરવાના પ્રયાસ કર્યા છે પણ તેમને સફળતા નથી મળી. જોકે સલમાન અને શાહરૂખને સાથે જોવાનું સપનું સાકાર થાય એવા સમાચાર મળ્યા છે. મળતી માહિતી પ્રમાણે ફિલ્મમેકર સંજય લીલા ભણસાલી પોતાની આવનારી બિગ બજેટ ફિલ્મમાં સલમાન અને શાહરૂખને સાઇન કરે એવી શક્યતા છે.
મળતી માહિતી પ્રમાણે આ ફિલ્મની વાર્તા દિલીપકુમાર અને રાજકુમારને ચમકાવતી લોકપ્રિય ફિલ્મ સૌદાગર જેવી હશે. આ ફિલ્મમાં સલમાન અને શાહરૂખ એવા મિત્રો બનશે જે પછી એકબીજાના દુશ્મન બની જશે. પહેલાં ચર્ચા હતી કે આ ફિલ્મમાં હિરોઇન તરીકે દીપિકા પાદુકોણને સાઇન કરવામાં આવશે પણ હવે બાજી પલટાઈ ગઈ છે.
દીપિકા તો પરણી ગઈ પણ હજી પણ ધુંધવાયેલો છે જુનો પ્રેમી રણબીર? મળ્યો પુરાવો
શાહરૂખ અને સલમાનને ચમકાવતી આ ફિલ્મમાંથી દીપિકાને દૂધમાં પડેલી માખીને જેમ હટાવી દેવામાં આવી હોવાના સમાચાર છે. લેટેસ્ટ અપડેટ પ્રમાણે ફિલ્મના સર્જકોએ આ ફિલ્મની ઓફર અનુષ્કા શર્માને આપી છે. આ ફિલ્મમાંથી દીપિકાને હટાવી દેવાનો નિર્ણય સલમાનની નારાજગીને કારણે લેવાયો હોવાની ચર્ચા છે. હકીકતમાં સલમાને ભૂતકાળમાં દીપિકાને તેની સાથેની અનેક ફિલ્મોમાં કામ કરવાની ઓફર આપી હતી પણ દીપિકાએ બહાનાઓ કાઢીને આ ઓફર ફગાવી દીધી હતી.
સલમાન તો દીપિકાને લોન્ચ કરવા ઇચ્છતો હતો પણ તેણે લોન્ચિંગ માટે શાહરૂખ સાથેની 'ઓમ શાંતિ ઓમ'ની પસંદગી કરી હતી. આ સિવાય રણબીરને કારણે દીપિકા અને કેટરિના વચ્ચે પ્રવર્તી રહેલા મતભેદ પણ સલમાનને ખુંચતા હોવાના કારણે આ ફિલ્મમાં દીપિકાને ન લેવાનો નિર્ણય લેવાયો હોવાના અહેવાલ છે.