લૉકડાઉનઃ દીપિકાએ પોતાના ફેન્સને આપ્યું આ ફિલ્મ જોવાનું સૂચન
લૉકડાઉનમાં ઘર પર રહેવાની સાથે સમય પસાર કરવા સિવાય દીપિકા પાદુકોણ અને રણવીર સિંહે કોરોના વાયરસ મહામારીથી પીડિત લોકોની મદદ કરવા માટે પીએમ કેર ફંડમાં યોગદાન આપ્યું છે.
નવી દિલ્હીઃ દેશવ્યાપી લૉકડાઉનમાં લોકોને ઘરે રહેવાની અપીલ કરવામાં આવી રહી છે. આ રીતે બોલીવુડ સેલિબ્રિટી પણ કામ બંધ હોવાને કારણે ઘર પર છે. લૉકડાઉનમાં અભિનેત્રી દીપિકા પાદુકોણ પોતાના પતિ અને અભિનેતા રણવીર સિંહની સાથે સમય પસાર કરી રહી છે. બંન્ને સ્ટાર્સ ઘર પર ભોજન બનાવી રહ્યાં છે, સાથે કામ કરી રહ્યાં છે. હવે તેની લેટેસ્ટ પોસ્ટથી માહિતી મળે છે કે તે ફિલ્મ જોઈને આનંદ માણી રહ્યાં છે.
ઇન્સ્ટાગ્રામ સ્ટોરી પર શેર કર્યુ ફિલ્મનું પોસ્ટર
દીપિકાએ પોતાની ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટની સ્ટોરી પર એમ્પા વાટસન, એજ્રા મિલર અને લોગાન લેર્મેનની ફિલ્મ 'ધ પર્ક્સ ઓફ બીંગ એ વોલફ્લાવર'નું પોસ્ટર શેર કર્યું છે. તેમણે પોતાના ફેન્સને આ ફિલ્મ જોવાનું સૂચન કર્યું છે. ફિલ્મની સ્ટોરી તે બેસ્ડ છે કે કઈ રીતે બે લોકો પોતાના મિત્રને ડિપ્રેશનથી બહાર લાવવામાં મદદ કરે છે.
જો હું પુરૂષ હોત તો હેલેન સાથે ભાગી જાતઃ આશા ભોસલે
દીપિકા પાદુકોણની આવનારી ફિલ્મ
વર્કફ્રંટની વાત કરીએ તો દીપિકા પાદુકોણ ડાયરેક્ટર કબીર ખાનની ફિલ્મ 83માં કપિલ દેવની પત્ની રોમી ભાટિયાની ભૂમિકામાં જોવા મળશે. આ ફિલ્મમાં રણવીર સિંહ કપિલ દેવની ભૂમિકામાં છે. આ સિવાય તે ડાયરેક્ટર શકુન બત્રાની આગામી ફિલ્મમાં સિદ્ધાંત ચતુર્વેદી અને અનન્યા પાંડેની સાથે કામ કરશે. તે 'ધ ઇંટર્ન'ની હિન્દી રીમેકમાં પણ જોવા મળશે.
કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube