જો હું પુરૂષ હોત તો હેલેન સાથે ભાગી જાતઃ આશા ભોસલે

આશાએ હેલેન પ્રત્યે પોતાની દિવાનગીને જણાવતા કહ્યું કે, તેમણે હેલેનને વિનંતી કરી હતી કે જ્યારે રેકોર્ડિંગ થાય તો તે સ્ટૂડિયોમાં ન આવે. 

જો હું પુરૂષ હોત તો હેલેન સાથે ભાગી જાતઃ આશા ભોસલે

નવી દિલ્હીઃ બોલીવુડના પ્રખ્યાત સિંગર આશા ભોસલે માત્ર પોતાના ગીત માટે નહીં પણ પોતાના નિવેદનોને કારણે પણ ચર્ચામાં રહે છે. હાલમાં આશા ભોસલેએ પોતાની એક ડિજિટલ ચેનલ લોન્ચ કરી છે. આ ચેનલ પર આશાજી પોતાની જિંદગી સાથે જોડાયેલી નાની-મોટી ઘટનાનો ઉલ્લેખ કરે છે. પોતાની જિંદગી સિવાય આશાજી ચેનલ પર મ્યૂઝિક અને તેની સાથે જોડાયેલી દુનિયાની પણ વાત કરે છે. 

હાલમાં પોતાની ચેનલ પર ફેન્સ સાથે વાત કરતા આશા ભોસલેએ એક રસપ્રદ વાતનો ખુલાસો કર્યો છે. આશાએ જણાવ્યું કે, તેમની બોલીવુડની કેબરે ક્વીન કહેવાની હેલેન ખુબ સુંદર લાગતી હતી. આશા ભોસલેએ જણાવ્યું કે, તેઓ જ્યારે રેકોર્ડિંગ સ્ટૂડિયોમાં જતા હતા ત્યારે હંમેશા ગીત રોકીને હેલેનને જોવા લાગતા હતા. 

આશાએ હેલેન પ્રત્યે પોતાની દિવાનગીને જણાવતા કહ્યું કે, તેમણે હેલેનને વિનંતી કરી હતી કે જ્યારે રેકોર્ડિંગ થાય તો તે સ્ટૂડિયોમાં ન આવે. આશાએ ત્યાં સુધી કહ્યું કે, જો તે પુરૂષ હોત તો હેલેન સાથે ભાગી જાત. 

60 દિવસ પછી Alia Bhatt ના થયા હેરકટ, લોકોએ પૂછ્યું- 'Ranbir Kapoor પાસે કરાવ્યા શું?'

પોતાની ચેનલ વિશે વાત કરતા તેમણે કહ્યું કે, તેઓ અહીં માત્ર પોતાનો અનુભવ શેર નહીં કરે પરંતુ આરડી બર્મન સાથે રેકોર્ડ કરવામાં આવેલા પોતાના કેટલાક ગીતને પણ રિલીઝ કરશે જેનો ક્યારેય કોઈ ફિલ્મમાં ઉપયોગ થયો નથી. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news