પ્રશંસકોનો ઈંતેજાર સમાપ્ત, આવી ગયા દીપિકા-રણવીરના લગ્નના ફોટા
દીપિકા પાદુકોણ અને રણવીર સિંહની ઈચ્છા હતી કે તેમનાં લગ્નનો પ્રથમ ફોટો તેઓ જાતે જ પ્રશંસકો સમક્ષ રજૂ કરે. આ કારણે લગ્નમાં હાજર રહેલા મહેમાનોને પણ સુચના અપાઈ હતી કે તેઓ એક પણ ફોટો સોશિયલ મીડિયા પર જાહેર ન કરે.
નવી દિલ્હીઃ દીપિકા પાદુકોણ અને રણવીર સિંહના પ્રશંસકો જે ક્ષણની આતુરતાપૂર્વક રાહ જોઈ રહ્યા હતા તે આખરે આવી પહોંચી છે. દીપિકા પાદુકોણ અને રણવીર સિંહના લગ્નનો પ્રથમ ફોટો બહાર આવી ગયો છે. કોંકણી અને સિંધી રીત-રિવાજ સાથે થયેલા આ લગ્ન અંગે અનેક વિગતો હાજર રહેલા મહેમાનો પાસેથી સત મળી રહી હતી.
તેમ છતાં લોકો આ યુગલને પરિણય સૂત્રમાં બંધાતા જોવા માગતા હતા. પ્રશંસકોની આતુરતાને વધારાવાનું કામ દીપિકા અને રણવીરે જ કર્યું હતું. તેમણે લગ્નના એક પણ રિવાજનો કોઈ પણ ફોટો લીક ન થાય તેના માટે તેમણે પુરતી વ્યવસ્થા કરી રાખી હતી.
લગ્ન પછી રણવીર-દીપિકાનો શું છે હનીમૂન પ્લાન? વાત થઈ ગઈ લીક
હકીકતમાં, દીપિકા પાદુકોણ અને રણવીર સિંહની ઈચ્છા હતી કે તેમનાં લગ્નનો પ્રથમ ફોટો તેઓ જાતે જ પ્રશંસકો સમક્ષ રજૂ કરે. આ કારણે લગ્નમાં હાજર રહેલા મહેમાનોને પણ સુચના અપાઈ હતી કે તેઓ એક પણ ફોટો સોશિયલ મીડિયા પર જાહેર ન કરે.
દીપિકા પાદુકોણ અને રણવીર સિંહની જોડીને પ્રશંસકોએ 'દીપવીર' નામ આપ્યું છે. આ યુગલે પોત-પોતાના ધર્મ પ્રમાણે બે રીતે લગ્ન કર્યા હતા. બંનેએ એક દિવસ પહેલા 14 નવેમ્બર, બુધવારે કોંકણી રિવાજ પ્રમાણે લગ્ન કર્યા હતા. 15 નવેમ્બર, ગુરૂવારે એટલે કે આજે તેમણે ઈટાલીમાં સિંધી રિવાજ પ્રમાણે લગ્ન કર્યા હતા.
દીપિકા, રણવીર અને કોન્ડોમ ! કંપનીએ પણ પબ્લિસિટીની ગંગામાં ધોઈ લીધા હાથ
દીપિકા માટે ખાસ ચૂંદડી
દુલ્હન દીપિકા પાદુકોણ માટે રણવીરના પરિવારજનોએ એક વિશેષ ચૂંદડી બનાવડાવી હતી. લાલ રંગની આ ચૂંદડીમાં 'સદા સૌભાગ્યવતી ભવઃ' લખવામાં આવેલું છે. બોલિવૂડનું આ હોટ યુગલ લગ્નની ચોરીમાં ખુશખુશાલ જણાતું હતું.
દીપિકા-રણવીરના રિસેપ્શનમાં મહેમાનો માટે રાખવામાં આવી છે મોટી શરત
લગ્ન બાદ હવે 21 નવેમ્બરે બેંગલુરુમાં અને 28 નવેમ્બરના રોજ મુંબઈમાં ભવ્ય રિસેપ્શનનું આયોજન કરવામાં આવ્યું છે.