મુંબઈ : હાલમાં The Accidental Prime Ministerનું ટ્રેલર રિલીઝ થયું છે. આ ફિલ્મ 11 જાન્યુઆરી, 2019ના દિવસે રિલીઝ થવાની છે. આ ફિલ્મ પૂર્વ પીએમ મનમોહન સિંહના મીડિયા સલાહકાર સંજય બારૂના પુસ્તક પર આધારિત છે. આ ફિલ્મમાં અનુપમ ખેર ભૂતપૂર્વ વડાપ્રધાન મનમોહન સિંહના રોલમાં છે. આ ફિલ્મમાં કોંગ્રેસ અધ્યક્ષનો રોલ આબાદ રીતે ભજવવામાં આવ્યો છે અને આ રોલ કરનારી એક્ટ્રેસ છે જર્મન અભિનેત્રી સુઝેન બર્નર્ટ.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

[[{"fid":"197099","view_mode":"default","fields":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":false,"field_file_image_title_text[und][0][value]":false},"type":"media","field_deltas":{"1":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":false,"field_file_image_title_text[und][0][value]":false}},"link_text":false,"attributes":{"class":"media-element file-default","data-delta":"1"}}]]


[[{"fid":"197100","view_mode":"default","fields":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":false,"field_file_image_title_text[und][0][value]":false},"type":"media","field_deltas":{"2":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":false,"field_file_image_title_text[und][0][value]":false}},"link_text":false,"attributes":{"class":"media-element file-default","data-delta":"2"}}]]


સુઝેન મૂળ જર્મનીની છે અને 2005થી મુંબઈમાં રહે છે. તે એક બેલે ડાન્સર તેમજ લાવણી ડાન્સર છે. તેણે ફિલ્મ હનીમૂન ટ્રાવેલ્સમાં કામ કર્યું છે તેમજ ટીવી સિરિયલ 'કસૌટી ઝિંદગી કી'માં ડોરિસ બજાજનો રોલ ભજવી ચૂકી છે. સુઝેન આ પહેલા એક ન્યૂઝ ચેનલના શોમાં સોનિયા ગાંધીનો રોલ કરી ચૂકી છે. 


મિથુનની તબિયત લથડી, તાબડતોબ સારવાર માટે ભાગવું પડ્યું અમેરિકા કારણ કે...


સુઝેન આ પહેલાં પોરસ, યે રિશ્તા ક્યા કહેલાતા હૈં, ચક્રવર્તી સમ્રાટ અશોક, એક હજારો મેં મેરી બહેના હૈં તેમજ ઝાંસી કી રાની જેવી સિરિયલોમાં કામ કરી ચૂકી છે. સુઝેન અંગ્રેજી સિવાય જર્મન, હિંદી તેમજ મરાઠી ભાષા કડકડાટ બોલી શકે છે. સુઝેન આ પહેલાં આમિર ખાન સાથે એડ ફિલ્મમાં કામ કરી ચૂકી છે. તેણે 2009માં સિવિલ કોર્ટમાં ફિલ્મ અને ટીવી એક્ટર અખિલ મિશ્રા સાથે લગ્ન કરી લીધા હતા અને પછી 2011માં ભારતીય રિવાજ પ્રમાણે લગ્ન કર્યા છે.


બોલિવૂડના સમાચાર જાણવા માટે કરો ક્લિક...