ટીવી-ફિલ્મોના શૂટિંગ માટે કેન્દ્ર સરકારની ગાઇડલાઇન, આ નિયમનું પાલન ફરજીયાત
કેન્દ્રીય સૂચના અને પ્રસારણ મંત્રાલય (MIB) તરફથી મીડિયા ઇન્ડસ્ટ્રીઝ માટે એસઓપી જારી કરી દેવામાં આવી છે. ફિલ્મ-ટીવીના શૂટિંગ સમયે આ વસ્તુનું ખાસ ધ્યાન રાખવું પડશે.
નવી દિલ્હીઃ ટીવી-ફિલ્મોના શૂટિંગ માટે વિસ્તૃત ગાઇડલાઇન જારી કરી દેવામાં આવી છે. કેન્દ્રીય મંત્રી પ્રકાશ જાવડેકરે રવિવારે એસઓપી ટ્વીટ કરી જણાવ્યું કે, તેનાથી ક્રૂ માટે સુરક્ષિત માહોલ બનાવવામાં મદદ મળશે. ગાઇડલાઇન્સમાં બધી જગ્યાઓ પર ફેસ માસ્કના પ્રયોગ અને ફિઝિકલ ડિસ્ટેન્સિંગને ફરજીયાત કરવામાં આવ્યું છે. આ એક્ટરો પર લાગૂ થશે નહીં. સીટિંગ, કેટરિંગ, ક્રૂ પોઝિશન, કેમેરા લોકેશનમાં અંતર જાળવવું પડશે. રેકોર્ડિંગ સ્ટૂડિયો, એડિટિંગ રૂમમાં પણ સોશિયલ ડિસ્ટેન્સિંગનું પાલન કરવું પડશે. હાલ સેટ્ર પર ઓડિયન્સને આવવાની મંજૂરી આપવામાં આવી નથી.
સુશાંત સિંહ રાજપૂત કેસ અંગે તમામ અપડેટ જાણવા કરો ક્લિક...
કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube