નવી દિલ્હી: ટીવી અભિનેત્રી દિવ્યા ભટનાગરનું સોમવારે નિધન થઈ ગયું. દિવ્યા ભટનાગરના નિધનના સમાચારથી આખી ટીવી ઈન્ડસ્ટ્રી શોકમાં ડૂબી છે. થોડા દિવસ પહેલા જ તે કોરોના પોઝિટિવ આવી હતી. તેના નિધનથી અભિનેત્રી દેવોલીના ભટ્ટાચાર્ય ખુબ દુખી છે. તેણે ઈન્સ્ટાગ્રામ પર શોક વ્યક્ત કરતા એક પોસ્ટ લખી. જેમાં તેણે જણાવ્યું કે દિવ્યા સાથે તેનો ગાઢ સંબંધ હતો. આ સાથે જ દેવોલીનાએ એક વીડિયો પણ શેર કર્યો છે. જે બધાનું ધ્યાન પોતાના તરફ ખેંચી રહ્યો છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

'Yeh Rishta Kya Kehlata Hai' ફેમ દિવ્યા ભટનાગરનું નિધન, કોરોનાથી પીડિત હતી અભિનેત્રી


દેવોલીના અને દિવ્યા ખુબ સારી બહેનપણીઓ હતી. હવે દેવોલીનાએ સોશીયલ મીડિયા પર દિવ્યા માટે એક પોસ્ટ શેર કરી છે. વીડિયોમાં તે દિવ્યાને યાદ કરીને ખુબ રડે છે. આ સાથે જ વીડિયોમાં દિવ્યાના પતિ ગગન ગબરૂ અંગે પણ તે જણાવી રહી છે. તેણે પોતાના આ વીડિયોમાં દિવ્યાના જીવન સાથે જોડાયેલી એક સચ્ચાઈને ઉજાગર કરી છે. 


Priyanka Chopra એ કર્યું ખેડૂતોનું સમર્થન, સરકારને કરી આ અપીલ


દિવ્યા માટે દેવોલીનાએ બનાવ્યો વીડિયો
વીડિયોમાં દેવોલીનાએ  કહ્યું કે આ વીડિયો હું મારી બહેન, ફેમિલી, મિત્ર દિવ્યા ભટનાગર માટે બનાવી રહી છું. મારી ક્યૂટી હવે મને છોડીને જતી રહી છે. હજુ તો બસ તેણે શરૂ કર્યું હતું કે પોતાની રીતે જીંદગી જીવશે, સ્વતંત્રતાથી. કોઈની જાળમાં ફસાશે નહીં. પોતાને સંભાળશે. મજબૂત બનશે. મને લાગે છે કે ભગવાન કદાચ પોતે તેનું દુ:ખ જોઈ શક્યા નહીં. 


ખેડૂત આંદોલન પર વધુ સમાચારો વાંચવા માટે કરો ક્લિક...


કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube