દિલીપ કુમારના બીજા ભાઈ એહસાન ખાનનું પણ કોરોનાથી નિધન
અભિનેતા દિલીપ કુમારના નાના ભાઈ એહસાન ખાનનું આજે નિધન થયું છે. થોડા દિવસ પહેલા તેમના અન્ય એક નાના ભાઈ અસલમ ખાનનું નિધન થયું હતું.
નવી દિલ્હીઃ અભિનેતા દિલીપ કુમારના નાના ભાઈ એહસાન ખાનનું આજે નિધન થઈ ગયું. 92 વર્ષીય એહસાન ખાનનો થોડા દિવસ પહેલા કોરોનાનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો અને તેમની સારવાર ચાલી રહી હતી. થોડા દિવસ પહેલા દિલીપ કુમારના નાના ભાઈ અસલમ ખાનનું પણ નિધન થયું હતું.
દિલીપ કુમારના એકાઉન્ટ પરથી આપવામાં આવી જાણકારી
દિલીપ કુમારના ટ્વીટર એકાઉન્ટથી ટ્વીટ કરવામાં આવ્યું- દિલીપ સાહબના નાના ભાઈ એહસાન ખાનનું થોડા કલાકો પહેલા નિધન થઈ ગયું. તેની પહેલા નાના ભાઈ અસલમનું પણ નિધન થઈ ગયું હતું. આપણે ઈશ્વરના છીએ અને તેમની પાસે પરત જઈએ છીએ. તેના માટે પ્રાર્થના કરો.
કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube