Diljit Dosanjh: દિલજીતે બાળકનો ફોટો શેર કરી મહારાષ્ટ્ર સરકારને લીધી આડેહાથ, વાંચો શું કહ્યું સરકાર માટે
Diljit Dosanjh: દિલજીત દોસાંજ તેના દિલ લુમિનાટી ટુરને લઈને ચર્ચામાં છે. જો કે આ ટુર દરમિયાન કેટલાક વિવાદ પણ થયા છે. જેમાં હવે દિલજીત દોસાંજ અને મહારાષ્ટ્ર સરકાર આમનેસામને આવ્યા છે. દિલજીતે તેની સ્ટાઈલમાં મહારાષ્ટ્ર સરકારને આડેહાથ લઈ લીધી છે. તો ચાલો તમને જણાવીએ શું છે સમગ્ર મામલો
Diljit Dosanjh: પંજાબી એક્ટર અને સિંગર દિલજીત દોસાંજ હાલ તેના ટુર દિલ લુમિનાટીને લઈને ચર્ચામાં છે. આ ટુરની શરૂઆત દિલ્હીના જવાહરલાલ નહેરુ સ્ટેડિયમથી થઈ હતી. દિલ લુમિનાટી ટુર 26 ઓક્ટોબરથી ચાલી રહી છે. આ ટુર 29 ડિસેમ્બરે ગોવાહાટીમાં પૂરો થશે. આ ટુર દરમિયાન દિલજીત દોસાંજે હૈદરાબાદ, અમદાવાદ અને મુંબઈમાં શો કર્યા. આ અઠવાડિયે દિલજિતનો શો મુંબઈમાં થયો હતો જેમાં ધૂમ મચી ગઈ હતી.
આ પણ વાંચો: Pushpa 2: અલ્લુ અર્જુનની ફિલ્મ પુષ્પા 2 ઓટીટી પર ક્યારે આવશે ? મેકર્સે કર્યો ખુલાસો
દિલજીત દોસાંજના શોના વિડીયો અને ફોટો સોશિયલ મીડિયા પર છવાયેલા છે. જોકે આ સોને લઈને મહારાષ્ટ્ર સરકારે દિલજીત દોસાંજને એક નોટિસ પણ ફટકારી હતી. જેને લઇને દિલજીત દોસાંજે મહારાષ્ટ્ર સરકારને આડેહાથ લઈ લીધી હતી. આ પહેલા તેલંગાના સરકારે પણ દિલજીત દોસાંજને લઈને એડવાઈઝરી જાહેર કરી હતી. ત્યાર પછી મહારાષ્ટ્ર સરકારે પણ દિલજીતને કોન્સર્ટ દરમિયાન શું ન કરવું તે અંગે સૂચનો આપ્યા હતા. મહારાષ્ટ્ર સરકારે જે નિયમો કહ્યા હતા તેમાં જણાવવામાં આવ્યું હતું કે ડ્રગ્સ અને દારૂ સંબંધિત ગીત ન ગાવા તેનાથી બાળકો પર નકારાત્મક અસર પડે છે આ સિવાય દિલજીતને શોમાં બાળકોને સ્ટેજ પર ન બોલાવવાની સલાહ પણ આપવામાં આવી હતી.
આ પણ વાંચો: Gaurav Khanna: ગૌરવ ખન્ના ટીવી પર કરશે ધમાકેદાર વાપસી, આ શો સાથે જોડાયો એક્ટર
મહારાષ્ટ્ર સરકારના સૂચનો વચ્ચે દિલજીત દોસાંજે પોતાના મુંબઈ કોન્સર્ટમાં આવેલા એક બાળકનો ફોટો શેર કરીને મહારાષ્ટ્ર સરકારને આડે હાથ લીધી છે. દિલ જીતે instagram સ્ટોરી પર એક બાળકનો ફોટો શેર કર્યો જેમાં બાળક તેની માતા સાથે જોવા મળે છે અને બાળકના કાન પર સુરક્ષા માટે ઇયર મફ લગાડેલા છે. દિલજીતે આ ફોટો શેર કરીને કેપ્શનમાં લખ્યું છે દિલ લુમીનાટી ટુરની સુંદરતા...
આ પણ વાંચો: કપિલ શર્મા ખરાબ રીતે થયો ટ્રોલ, ફિલ્મ ડાયરેક્ટર એટલીના દેખાવની મસ્તી કરવી પડી ભારે
દિલ જીતે આગળ લખ્યું છે કે, તેને સવારે ખબર પડી કે તેના વિરુદ્ધ એક એડવાઈઝરી જાહેર કરી છે. આ બધું તેના માટે સામાન્ય છે. પરંતુ તે લોકોને બમણો આનંદ કરાવશે તે નક્કી છે. સાથે જ તેણે સાગર મંથન સ્ટોરી પણ શેર કરી. દિલજીતે કહ્યું કે જે રીતે દેવતાઓ અને દાનવ વચ્ચે સાગર મંથન થયું તો તેમાંથી અમૃત અને ઝેર બંને નીકળ્યા. દેવતાઓ અમૃત પી ગયા અને ભગવાન શિવે ઝેર ને પોતાના કંઠમાં ધારણ કરી લીધું.
આ પણ વાંચો: બોલીવુડમાં સુપરસ્ટાર છે સલમાન પણ હોલીવુડમાં સુપર ફ્લોપ સાબિત થયો, આ હતી પહેલી ફિલ્મ
દિલજીત દોસાંજે સમજાવ્યું કે શિવજીએ દરિયામાંથી નીકળેલું વિષ પીધું નહીં પણ ગળામાં સંભાળીને રાખી લીધું. આ ઘટના પરથી એ શીખ મળે છે કે જ્યારે લોકો તમારા વિરુદ્ધ ઝેર ઉગલે તો તેને પોતાની અંદર ગ્રહણ ન કરવું, સાથે જ લોકોને રોકવાની કોશિશ પણ ન કરવી. પરંતુ લોકોની વાતોની અસર પોતાના પર ન થવા દેવી. મહારાષ્ટ્ર સરકાર પહેલા પંજાબી એક્ટર વિરુદ્ધ તેલંગાણા સરકારે પણ હૈદરાબાદ કોન્સર્ટને લઈને એડવાઈઝરી જાહેર કરી હતી. જેને લઇને પણ દિલજીત દોસાંજે સરકાર પર આંકરા પ્રહાર કર્યા હતા.