Salman Khan: બોલીવુડમાં સુપરસ્ટાર છે સલમાન પણ હોલીવુડમાં સુપર ફ્લોપ સાબિત થયો, આ ફિલ્મથી મેકર્સને થયું કરોડોનું નુકસાન
Salman Khan: સલમાન ખાન પણ હોલીવુડ ફિલ્મમાં હાથ અજમાવી ચુક્યો છે. વર્ષ 2007 માં સલમાન ખાનની પહેલી હોલીવુડ ફિલ્મ આવી હતી જે ખૂબ જ ખરાબ રીતે ફ્લોપ સાબિત થઈ હતી. આ ફિલ્મના કારણે મેકર્સને 17 કરોડનું નુકસાન તે સમયે થયું હતું.
Trending Photos
Salman Khan: સલમાન ખાન બોલીવુડના બેસ્ટ એક્ટરમાંથી એક છે. તેની મોટાભાગની ફિલ્મો બોક્સ ઓફિસ પર સુપરહિટ સાબિત થાય છે. પરંતુ સલમાન ખાને જ્યારે હોલીવુડ ફિલ્મમાં કામ કર્યું ત્યારે તે ખૂબ જ ખરાબ રીતે ફ્લોપ સાબિત થયો. સલમાન ખાનના કારણે મેકર્સને કરોડો રૂપિયાનું નુકસાન પણ થયું હતું. સલમાન ખાનની આ ફિલ્મ 17 વર્ષ પહેલાં આવી હતી.
સલમાન ખાનની આ ફિલ્મનું નામ હતું મેરીગોલ્ડ. મેરીગોલ્ડ ફિલ્મ વર્ષ 2007માં આવી હતી. જેમાં સલમાન ખાનની સાથે એક્ટ્રેસ હેલી લાર્ટર, હેલન, નંદના સેન સહિતના કલાકારો જોવા મળ્યા હતા. સલમાન ખાનની આ ફિલ્મ એવી હતી જેના વિશે મોટાભાગના લોકોને ખબર પણ નહીં હોય. આ ફિલ્મ ક્યારે આવી અને ક્યારે ગઈ તે વાત વિશે લોકોને ખબર પણ નથી. મેરીગોલ્ડ ફિલ્મ વર્ષ 2007માં 19 કરોડના બજેટમાં બની હતી. પરંતુ આ ફિલ્મે મુશ્કેલથી 2 કરોડનું કલેક્શન કર્યું હતું. આ ફિલ્મના કારણે મેકર્સને 17 કરોડનું નુકસાન થયું. વર્ષ 2007માં 17 કરોડ એટલે મોટી રકમ ગણાતી હતી.
મેરીગોલ્ડ ફિલ્મની સ્ટોરી એવી હતી કે એક અમેરિકન એક્ટ્રેસ મુંબઈ એક ફિલ્મના નાનકડા રોલ માટે આવે છે. ત્યાર પછી મુંબઈમાં તે કોરિયોગ્રાફરના પ્રેમમાં પડે છે. આ કોરિયોગ્રાફર સલમાન ખાન હોય છે. આ એક રોમેન્ટિક ફિલ્મ હતી પરંતુ લોકોને આ ફિલ્મ જરા પણ પસંદ આવી નહીં.
સલમાન ખાનની હાલની ફિલ્મોની વાત કરીએ તો તે સિકંદર ફિલ્મને લઈને બીઝી છે. સિકંદર ફિલ્મમાં સલમાન ખાન સાથે રશ્મિકા મંદના લીડ રોલમાં જોવા મળશે. આ ફિલ્મ વર્ષ 2025 માં ઈદ પર રિલીઝ થાય તેવી શક્યતા છે. આ સિવાય સલમાન ખાનની અન્ય ફિલ્મોનું અનાઉન્સમેન્ટ પણ થયું છે જે આવનારા વર્ષોમાં રિલીઝ થશે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે