નવી દિલ્હી: બોલિવૂડ અભિનેત્રી દિવ્યા દત્તાના અભિનયને તો ખુબ વખાણવામાં આવે જ છે. તે પોતાની જબરદસ્ત એક્ટિંગથી લોકોના મન જીતે છે. હાલ ઈન્ટરનેટ પર એક વીડિયો ખુબ ઝડપથી વાઈરલ થઈ રહ્યો છે. વાત જાણે એમ છે કે આ વીડિયો દિવ્યાની એક શોર્ટ ફિલ્મ પ્લસ માઈનસનો છે. 14 સપ્ટેમ્બરના રોજ BB Ki Vines દ્વારા યૂટ્યુબ પર તેને અપલોડ કરવામાં આવ્યો હતો. આ વીડિયોને ગણતરીના કલાકોમાં લાખો વ્યૂઝ મળ્યા છે. શુક્રવારથી લઈને અત્યાર સુધીમાં વીડિયો કુલ 52,40,000વાર જોવામાં આવ્યો છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

બાબા હરભજન સિંહ  પર કેન્દ્રિત છે ફિલ્મ
દિવ્યા દત્તા અને ભારતના સૌથી મોટા કન્ટેન્ટ ક્રિએટર ભુવન બામ અભિનિત પ્લસ માઈનસ ટાઈટલવાળી આ ફિલ્મ બાબા હરભજન સિંહ પર કેન્દ્રિત છે. જે ઈન્ડિયન આર્મીમાં કેપ્ટન હતાં અને દેશ માટે શહીદ થઈ ગયા હતાં. જેમનું પાર્થિવ શરીર 3 દિવસ બાદ મળ્યું હતું. બાબા હરભજન સિંહ અંગે વીડિયોમાં જણાવવામાં આવ્યું છે કે તેઓ સૈનિકના સપનામાં આવીને પોતાના પાર્થિવ શરીર અંગે જાણકારી આપી હતી. તેમના અંગે એમ પણ જણાવવામાં આવ્યું છે કે તેઓ શહીદ જરૂર થયા પરંતુ આજે પણ સરહદ પર દેશની સુરક્ષા કરે છે. તેઓ સૈનિકોના સપનામાં આવીને દરેક જરૂરી વાતોની જાણકારી આપે છે. તેમના નામે મંદિર પણ બનાવવામાં આવેલુ છે. 



બે અજાણી વ્યક્તિઓની આસપાસ ઘૂમે છે વાર્તા
પ્લસ માઈનસની વાર્તા બે અજાણ્યા લોકોની આસપાસ ઘૂમે છે. જે એક ટ્રેનની મુસાફરીમાં એક બીજાને મળે છે અને તેમની વચ્ચે વાતચીત તેમના જીવનને બદલી નાખે છે. ટાઈટલ પ્લસ માઈનસ વાર્તાના કેન્દ્રીય વિચારને દર્શાવે છે કે મનુષ્યોએ પોતાના સંબધોને જાળવી રાખવા માટે સંબંધોમાં સતત પ્લસ અને માઈનસ કરવું પડે છે. ગુનીત મોંગા, અચિન જૈન અને રોહિત રાજ દ્વારા બનાવવામાં આવેલી આ ફિલ્મ 14 સપ્ટેમ્બરના રોજ યૂટ્યુબ પર રિલીઝ થઈ. 


ફિલ્મમાં દિવ્યા જ્યારે ટ્રેનમાં મુસાફરી કરે છે ત્યારે તેની મુલાકાત કેપ્ટન હરભજન સાથે થાય છે. હરભજન સિંહ સાથે થયેલી વાતચીત બાદ દિવ્યાનો વિચારવાનો દ્રષ્ટિકોણ જ બદલાઈ જાય છે. તે સમય સુધી દિવ્યાને ખબર નથી હોતી કે જે આર્મી ઓફિસર સાથે તે વાત કરી રહી છે તે  દુનિયામાં છે જ નહીં. જ્યારે દિવ્યાને આ વાતની જાણ થાય છે ત્યારે તેના હોશ ઉડી જાય છે. અત્રે જણાવવાનું કે દિવ્યાની આ શોર્ટ ફિલ્મ ઈન્ટરનેટ પર ખુબ પસંદ કરવામાં આવી રહી છે.