ED એ કરી ઐશ્વર્યાની પૂછપરછ, સદનમાં જયાનો આક્રોશ, આખરે કોણે તોડ્યો બચ્ચન પરિવારનો ભરોસો?
ઐશ્વર્યા રાય બચ્ચનની પનામા પેપર્સ લીક મામલે ઈડીએ સોમવારે પૂછપરછ કરી. આરોપ છે કે અમિતાભ બચ્ચને પનામાની આ લો ફર્મના માધ્યમથી ચાર કંપનીઓ બનાવી અને આ કંપનીઓના ડાઈરેક્ટર તેઓ પોતે હતા
નવી દિલ્હી: ઐશ્વર્યા રાય બચ્ચનની પનામા પેપર્સ લીક મામલે ઈડીએ સોમવારે પૂછપરછ કરી. આરોપ છે કે અમિતાભ બચ્ચને પનામાની આ લો ફર્મના માધ્યમથી ચાર કંપનીઓ બનાવી અને આ કંપનીઓના ડાઈરેક્ટર તેઓ પોતે હતા. જેમાંથી ત્રણ કંપનીઓ Bahamas માં રજિસ્ટર્ડ હતી અને એક British Virgin Island સ્થિત હતી.
ઐશ્વર્યા રાય બચ્ચન પર શું છે આરોપ?
આરોપ છે કે આ ચારેય કંપનીઓ ટેક્સ બચાવવા માટે વર્ષ 1993માં બનાવવામાં આવી હતી. જેનું બજાર મૂલ્ય કરોડો રૂપિયાનું હોવાનું કહેવાય છે. આરોપ છે કે અમિતાભ બચ્ચન જે કંપનીઓમાં ડાઈરેક્ટર પદે હતા તે કંપનીઓ કરોડો રૂપિયાના Ships નો કારોબાર કરી રહી હતી પરંતુ ત્યારબાદ તેમા ઐશ્વર્યા રાયની એન્ટ્રી થઈ.
લગ્ન પહેલા જ ઐશ્વર્યા બની અમિતાભની કંપનીની ડાઈરેક્ટર
વર્ષ 2005માં જે કંપની Virgin Island માં રજિસ્ટર્ડ હતી તેના ડાઈરેક્ટર અમિતાભ બચ્ચનની જગ્યાએ ઐશ્વર્યા રાય બચ્ચનને બનાવી દેવાઈ. અહીં નોંધવા જેવી વાત એ છે કે ત્યારે ઐશ્વર્યા અને અભિષેકના લગ્ન પણ નહતા થયા. આ બંનેના લગ્ન 20 એપ્રિલ 2007માં થયા હતા. પરંતુ આરોપ છે કે આ અગાઉ આ કંપનીમાં ઐશ્વર્યાના માતા, પિતા અને ભાઈને પાર્ટનર બનાવવામાં આવ્યા હતા અને 2007 સુધીમાં તો ઐશ્વર્યા રાય બચ્ચન આ કંપનીમાં શેર હોલ્ડર બની ગઈ અને તેના એક વર્ષ બાદ આ કંપની બંધ થઈ ગઈ.
અભિષેક બચ્ચનની પણ થઈ ચૂકી છે પૂછપરછ
પનામા પેપર્સ લીક માં એવા આરોપ લગાવવામાં આવ્યા છે કે આ કંપની અસલમાં એક શેલ કંપની હતી એટલે કે ફેક કંપની હતી. જે ફક્ત ટેક્સ બચાવવા માટે બનાવવામાં આવી હતી. ઈડી આ કેસને મની લોન્ડરિંગનો કેસ માનીને તપાસ કરે છે. થોડા મહિના પહેલા આ મામલામાં ઈડી દ્વારા અભિષેક બચ્ચનની પણ પૂછપરછ કરાઈ હતી. સોમવારે જ્યારે ઐશ્વર્યા રાય બચ્ચન દિલ્હીમાં ઈડીની ઓફિસ જવા માટે નીકળી અને રસ્તામાં હશે કદાચ, તે સમયે અમિતાભ બચ્ચને એક ટ્વીટ કરી. તેમણે લખ્યું કે ભરોસો એક એવી ચીજ છે જેના તૂટવાથી કોઈ અવાજ નથી આવતો પરંતુ તેની ગૂંજ જીવનભર સંભળાય છે.
વધુ વિગતો માટે જુઓ Video
Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube