નવી દિલ્હીઃ એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED)એ બુધવારે બોલીવુડ એક્ટર રણબીર કપૂરને સમન્સ પાઠવ્યું છે. તેને છ ઓક્ટોબરે પૂછપરછ માટે બોલાવ્યો છે. આ મામલો મહાદેવ બુક ઓનલાઈન લોટરી સાથે જોડાયેલા મની લોન્ડ્રિંગ કેસ સાથે જોડાયેલો છે. આ ઓનલાઇન બેટિંગ એપના મામલામાં બોલીવુડના 17 સિતારા ED ની રડાર પર છે. તાજેતરમાં આ કેસમાં ટાઇગર શ્રોફથી લઈને સની લિયોની, નેહા કક્કડ અને રાહત ફતેહ અલી ખાન જેવા દિગ્ગજોના નામ સામે આવ્યા હતા. હવે આ મામલામાં તપાસ આગળ વધતા જ આલિયા ભટ્ટના પતિ રણબીર કપૂરની પૂછપરછ થવાની છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ગેરકાયદેસર બેટિંગના આ મામલામાં ઈડીએ મોટુ પગલું ભરતા સેલેબ્સને સમન્સ પાઠવવાનું શરૂ કરી દીધુ છે. જ્યાં  સૌથી પ્રથમ નામ રણબીર કપૂરનું સામે આવ્યું છે. એક્ટરને તપાસ એજન્સીએ આ મામલામાં પૂછપરછ માટે 6 ઓક્ટોબર, 2023ના બોલાવ્યો છે. જ્યાં ઈડી તેને લગ્નમાં સામેલ થવા, પરફોર્મ કરવા, પેમેન્ટથી લઈને અન્ય સવાલ પૂછી શકે છે. 


આ પણ વાંચોઃ Shehnaaz Gill Networth: તમે શું માનો છો શહેનાઝ જોડે કેટલી સંપત્તિ હશે? જાણો


ઈડીના દરોડા, મળ્યા હતા 417 કરોડ
પાછલા મહિને ઈડીએ ઘણા શહેરોમાં  દરોડા પાડ્યા હતા. આ રેડમાં 417 કરોડ રૂપિયા જપ્ત થયા હતા. આ મામલો ત્યારે સામે આવ્યો હતો જ્યારે મહાદેવ એપના પ્રમોટર સૌરભ ચંદ્રાકરના લગ્નની જાણકારી તથા વીડિયો સામે આવ્યા હતા. પ્રમોટરે ફેબ્રુઆરીમાં સંયુક્ત અરબ અમીરાતમાં લગ્ન કર્યા હતા. જ્યાં તેણે 200 કરોડ રૂપિયાથી વધુનો ખર્ચ કર્યો હતો. 


કેમ બોલીવુડ સેલેબ્સને પૂછપરછ માટે બોલાવી રહી છે ઈડી
આ ગ્રાન્ડ વેડિંગમાં ઘણી હસ્તિઓના સામેલ થવાની જાણકારી સામે આવી હતી. એક રિપોર્ટ પ્રમાણે સૌરભ ચંદ્રાકરના લગ્નમાં ઘણા બોલીવુડ સિંગર્સ, એક્ટર્સ અને હસ્તિઓ પણ સામેલ થઈ હતી. જે વીડિયો સામે આવ્યો હતો, તેમાં ઘણા સેલિબ્રિટી જોવા મળી રહ્યાં છે. રિપોર્ટમાં તે પણ દાવો કરવામાં આવ્યો કે આ સેલેબ્સને હવાલા દ્વારા કરોડોની ચુકવણી કરવામાં આવી હતી. હવે ઈડી આ પેમેન્ટને લઈને તેની પૂછપરછ કરવાની છે. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube