Shehnaaz Gill Networth: તમે શું માનો છો શહેનાઝ જોડે કેટલી સંપત્તિ હશે? જાણીને ચોંકી જશો

Shehnaaz Gill Networth: ઈન્ટરનેટની દુનિયામાં સોશિયલ મીડિયાના દૌરમાં શહેનાઝનો ડંકો વાગે છે. સલમાન સાથે ગરોબો કેળવાયા બાદ તો તેની કિસ્મત પલટાઈ ગઈ છે. બિગ બોસ 13માં મળેલી સફળતા બાદ તેણે સલમાન સાથે ફિલ્મમાં કામ કરવાની તક મળી. બસ પછી તો બદલાઈ ગયા સિતારા....

 

 

1/4
image

વેબસાઈટ ફેબસેલેબીના રિપોર્ટ અનુસાર, 2023 સુધીમાં શહેનાઝની કુલ સંપત્તિ 33 કરોડ રૂપિયા સુધી પહોંચી ગઈ છે. તેની માસિક આવક 25 લાખ રૂપિયા અને વાર્ષિક આવક લગભગ 3 કરોડ રૂપિયા છે. શહેનાઝ પોતાના ટેલેન્ટ અને પોપ્યુલારિટીના દમ પર ખુબ ઝડપથી આગળ વધી રહી છે. 2020 માં તેની નેટવર્થ એટલેકે, તેની સંપત્તિ $1 મિલિયન હતી. 2021 માં તે વધીને $2 મિલિયન અને 2022 માં તે લગભગ $3.5 મિલિયન થઈ ગઈ છે.

2/4
image

મીડિયા રિપોર્ટ્સ અનુસાર, જ્યારે શહેનાઝે આ વર્ષે કિસી કી ભાઈ કિસી કી જાન સે ફિલ્મમાં ડેબ્યૂ કર્યું હતું, ત્યારે સલમાન ખાને તેને તેની ઈચ્છા મુજબ ફી માંગવાની ફ્રિડમ આપી હતી. રિપોર્ટ્સનું માનીએ તો, શહેનાઝને તે સમયે 2 કરોડ ફી આપવામાં આવી હતી.

3/4
image

ફિલ્મો ઉપરાંત પણ શહેનાઝ ગિલ સોશિયલ મીડિયાથી તગડી કમાણી કરે છે. ઈન્સ્ટા અને ફેસબુક પર તે ખુબ મોટી ફેન ફોલોઈંગ ધરાવે છે. તેના એકલા ઈન્સ્ટાગ્રામ પર 16 મિલિયન ફોલોઅર્સ છે. જો રિપોર્ટ્સનું માનીએ તો, તે સોશિયલ મીડિયા પોસ્ટ માટે 10 લાખ રૂપિયા ચાર્જ કરે છે.

4/4
image

Bigg Boss 13 થી ચમકેલી શહેનાઝ ગિલનું ચંદીગઢમાં આલીશાન ઘર છે. આ સિવાય શહેનાઝ મુંબઈમાં પણ પોતાનું એક લક્ઝરી એપાર્ટમેન્ટ ધરાવે છે. એટલું જ નહીં શહેનાઝની પાસે લક્ઝરી કારનો પણ શોખીન છે. તેના કાર કલેક્શનમાં રેન્જ રોવર ઓડી A4, જગુઆર અને મર્સિડીઝ બેન્ઝ જેવી કારનો કાફલો સામેલ છે.