હીરોઈનનો ખુલાસો! `મારો મકાન માલિક કોર્પોરેટર હતો, તેણે કહ્યું ભાડું નહીં આપે તો ચાલશે પણ મારી સાથે ઊંઘવું પડશે`
હીરોઈનની વાત જાણીને તમે ચોંકી જશો. એવું નથી કે માત્ર ફિલ્મોમાં જ કાસ્ટિંગ કાઉંચનો સામનો કરવો પડે છે. તમે જ્યાં રહેતા હોવ ત્યાં પણ તમારી સાથે સતામણી થઈ શકે છે એ વાતનો ખુલાસો એક ખુબ જાણીતી હીરોઈને કર્યો છે. હીરોઈને આ ઉપરાંત ચોંકાવનારી વાતો પરથી પણ પડદો ઉંચક્યો. અભિનેત્રી તેજસ્વિની પંડિતે તાજેતરમાં જ ખુલાસો કર્યો છે કે જ્યારે તે ભાડાના મકાનમાં રહેતી હતી ત્યારે તેની સાથે ખૂબ જ ખતરનાક ઘટના બની હતી.
Actress Tejaswini Pandit: હીરોઈનની વાત જાણીને તમે ચોંકી જશો. એવું નથી કે માત્ર ફિલ્મોમાં જ કાસ્ટિંગ કાઉંચનો સામનો કરવો પડે છે. તમે જ્યાં રહેતા હોવ ત્યાં પણ તમારી સાથે સતામણી થઈ શકે છે એ વાતનો ખુલાસો એક ખુબ જાણીતી હીરોઈને કર્યો છે. હીરોઈને આ ઉપરાંત ચોંકાવનારી વાતો પરથી પણ પડદો ઉંચક્યો. અભિનેત્રી તેજસ્વિની પંડિતે તાજેતરમાં જ ખુલાસો કર્યો છે કે જ્યારે તે ભાડાના મકાનમાં રહેતી હતી ત્યારે તેની સાથે ખૂબ જ ખતરનાક ઘટના બની હતી.
ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં કામ કરતી ઘણી અભિનેત્રીઓએ ખ્યાતિ મેળવ્યા પછી તેમની સાથે બનેલી ખરાબ ઘટનાઓ વિશે ખુલાસો કર્યો છે. કેટલીક હીરોઈનો તો મીટુ અભિયાન બાદ ખુલીને બહાર આવી છે. આ ખુલાસાઓ એવા છે કે ઈન્ડસ્ટ્રી સામે પણ સવાલો ઉઠાવે છે. ઘણી અભિનેત્રીઓએ જણાવ્યું કે તેમને કામના બહાને જિસ્મ ના સૌદા માટે પણ બોલાવવામાં આવ્યા હતા. હાલમાં જ એક મરાઠી અભિનેત્રીએ ઈન્ટરવ્યુમાં ખુલાસો કર્યો છે. તેને પોતાની સાથે સુવા માટે અને શરીર સુખ માણવા માટે કહેવામાં આવ્યું હતું.
જાણીતી મરાઠી અભિનેત્રી તેજસ્વિની પંડિતે પોતાની સાથે બનેલી એક ખરાબ ઘટના વિશે જણાવ્યું છે. જો કે તેની સાથે કામના સ્થળ પર કોઈ ખરાબ ઘટના બની નહોતી. પણ તે જ્યાં રહેતી હતી ત્યાં તેને વિચિત્ર અને ખરાબ ઘટનાનો સામનો કરવો પડ્યો હતો. જ્યારે તે ભાડાના મકાનમાં રહેતી હતી, ત્યારે તેને મકાનમાલિક દ્વારા ખૂબ જ ખરાબ વર્તનનો સામનો કરવો પડ્યો હતો. એક સમાચાર અનુસાર, તેજસ્વિનીએ જણાવ્યું કે જ્યારે તે પુણેમાં ભાડાના મકાનમાં રહેતી હતી, ત્યારે તેના વ્યવસાય અને પૈસાની અછતને કારણે તેના વિશે લોકો ખોટું અનુમાન લગાવતા હતાં. લોકો તેને ખરાબ નજરથી જોતા હતાં.
અભિનેત્રીએ જણાવ્યું કે આ ઘટના વર્ષ 2009-10ની છે. એ વખતે મારી એક-બે ફિલ્મો જ રિલીઝ થઈ હતી. હું જે એપાર્ટમેન્ટમાં ભાડે રહેતી હતી તે ત્યાંના કોર્પોરેટરનું હતું. તે લોકલ લેવલ પર એક પાવરફૂલ માણસ હતો. જ્યારે હું તેની ઓફિસે ભાડું ચૂકવવા ગઈ ત્યારે તેણે મને પોતાની સાથે સુવા માટે ની ઓફર કરી. તેણે મારી સાથે શરીર સુખ માણવાની વાત કરી. મકાનમાલિકે મને સેક્સ્યુઅલ ફેવર માટે કહ્યું હતું. જોકે, મેં આવું કામ કરવાની સ્પષ્ટ ના પાડી દીધી.
અભિનેત્રી તજસ્વિનીએ કહ્યું કે મેં હું ગુસ્સે થઈ ગઈ અને મેં ટેબલ પર પડેલો પાણીનો ગ્લાસ તેના મોઢા પર ફેંક્યો અને ત્યાંથી ચાલી ગઈ. મેં જતા જતા તેને કહી દીધું કે હું અહીં આવા ધંધા કરવા નથી આવી. તેણે કહ્યું કે મારી સાથે આ ઘટના મારા પ્રોફેશનના કારણે બની છે, તેણે મારા અભિનયના કામને ગેરસમજ કરી, સાથે જ મારી પાસે પૈસા ઓછા હોવાને કારણે તેણે આવું કહેવાની હિંમત કરી હશે.