Entertainment News: વરૂણ ધવને LockDown પર બનાવ્યું એવું રૈપ, વારંવાર જોઇ રહ્યા છે VIDEO
દુનિયાભરમાં કોરોના વાયરસ (Coronavirus) થી બચવાને લઇને લોકોને જાગૃત કરવામાં આવી રહ્યા છે. બોલીવુડ હસ્તીઓ પોત-પોતાની સ્ટાઇલમાં લોકોને ઘરે રહેવા અને સોશિયલ ડિસ્ટેંસિંગની અપીલ કરી રહ્યા છે.
નવી દિલ્હી: દુનિયાભરમાં કોરોના વાયરસ (Coronavirus) થી બચવાને લઇને લોકોને જાગૃત કરવામાં આવી રહ્યા છે. બોલીવુડ હસ્તીઓ પોત-પોતાની સ્ટાઇલમાં લોકોને ઘરે રહેવા અને સોશિયલ ડિસ્ટેંસિંગની અપીલ કરી રહ્યા છે. આ દરમિયાન વરૂણ ધવન (Varun Dhawan)એ પોતાના અલગ અંદાજમાં લોકોને સુરક્ષિત અને ઘરે રહેવાની અપીલ કરી છે. જોકે વરૂણ ધવને 21 દિવસના લોકડાઉન પર રૈપ બનાવ્યું છે. આ વીડિયોની શરૂઆત પીએમ નરેન્દ્ર મોદીના ભાષણથી થાય છે. વરૂણ ધવનો વીડિયો ખૂબ ચર્ચામાં છે અને આશા છે કે ફેન્સ આ વીડિયો દ્વારા જ સમજી જશે કે તેમને ઘરેથી બહાર નિકળવાનું નથી.
વીડિયોની થઇ રહી છે જોરદાર પ્રશંસા
તેમની આ વીડિયો ક્લિપમાં વડાપ્રધાનમંત્રી નરેંદ્ર મોદીને રાષ્ટ્રના નામ સંબોધન અને કોરોના વાયરસથી બચવ માટે લોકડાઉનની જાહેરાતના કેટલાક સ્નિપેટ્સનો ઉપયોગ કરવામાં આવ્યો છે. સાથે જ વરૂણ ધવન લોકોને બહાર ન જવાની અને પાર્ટી કરતાં અટકાવતાં સોશિયલ ડિસ્ટેંસિંગ કરવા માટે કહી રહ્યા છે. આ વીડિયોને ઇંસ્ટાગ્રામ પર વારંવાર જોવામાં આવી રહ્યો છે. 18 કલાકને અંદર આ વીડિયો 8થી વધુ વાર જોવામાં આવ્યો છે.
Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
કોરોના વાયરસ સાથે જોડાયેલા તમામ સમાચાર માટે ક્લિક કરો આ લિંક પર