નવી દિલ્હી: બોલિવૂડ (Bollywood) ની ટોચની અભિનેત્રીઓમાં સામેલ કંગના રનૌત (kangana ranaut)  હાલ પોતાની મોસ્ટ અવેટેડ ફિલ્મ પંગાના પ્રમોશનને લઈને ખુબ વ્યસ્ત છે. ફિલ્મ પંગા આ અઠવાડિયે 24 જાન્યુઆરીના રોજ થિયેટરોમાં રિલીઝ થવાની છે. આ બધા વચ્ચે કંગના ફિલ્મને પ્રમોટ કરવા દિલ્હી આવી હતી અને તેની સાથે ફિલ્મના ડાઈરેક્ટર અશ્વિની અય્યર તિવારી, અભિનેત્રી ઋચા ચઢ્ઢા, જસ્સી ગિલ પણ જોવા મળ્યાં. પ્રમોશન બાદ ઝી ન્યૂઝ સાથે એક્સક્લૂઝિવ વાતચીતમાં કંગનાએ કહ્યું કે બોલિવૂડની ક્વીનથી 'પંગા ક્વીન' બનવું તેને ખુબ સારું લાગી રહ્યું છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

અમિતાભ બચ્ચનની ફિલ્મ 'ઝુંડ'નો ફર્સ્ટ લુક થયો જાહેર


કંગનાએ દીપિકા પાદુકોણની જેએનયુ જવાની વાત પર ચર્ચા કરતા કહ્યું કે દીપિકા પાદુકોણ જેએનયુ ગઈ. એ તેનો અધિકાર છે. પરંતુ હું ટુકડે ટુકડે ગેંગની પડખે ક્યારેય ઉભી રહી શકું નહીં. આ બાજુ હાલમાં જ સૈફ અલી ખાને એક ઈન્ટરવ્યુમાં કહ્યું હતું કે બ્રિટિશ સામ્રાજ્ય આવ્યાં બાદ ભારતનું અસ્તિત્વ આવ્યું. જેના પર કંગનાએ આકરી પ્રતિક્રિયા આપતા કહ્યું કે ભારતનું અસ્તિત્વ તો મહાભારત કાળથી છે. લોકો પોતાની રીતે નરેટિવ કેમ બનાવે છે? ઐતિહાસિક ફિલ્મોની વાર્તા અને ભૂમિકાની જાણકારી હોવી જરૂરી છે. તમે તથ્યો સાથે છેડછાડ કરી શકો નહીં. 


એક્સક્લુઝિવ ઈન્ટરવ્યુ માટે જુઓ VIDEO 


Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube