Jesal Toral Gujarati Movie : સાઉથની બાહુબલી ફિલ્મને અત્યાર સુધીની સૌથી મોંઘી અને બ્લોકબસ્ટર ફિલ્મ ગણવામાં આવે છે. આ ફિલ્મે સૌથી વધુ કમાણી કરીને રેકોર્ડ બનાવ્યો છે. પરંતુ એક ગુજરાતી ફિલ્મે કમાણીના મામલે બાહુબલી ફિલ્મને પણ પછાડી દીધી છે. કમાણીનો રેશિયો જોઈએ તો 'જેસલ તોરલ' 'બાહુબલી' કરતાં વધારે કમાણી કરનારી ફિલ્મ કહેવાય એવું ફિલ્મના સંશોધન સુભાષ છેડાનું કહેવું છે. તેઓ આનું ગણિત સમજાવતા કહે છે, "'બાહુબલી' કરતાં 'જેસલ તોરલ' મોટી હિટ કહેવાય. 'જેસલ તોરલ' દોઢ લાખ રૂપિયાના ખર્ચે તૈયાર થઈ હતી.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ ફિલ્મ જ્યા લાગી ત્યા હાઉસફુલના પાટિયા લાગ્યા હતા 
1971 ના વર્ષમાં આવેલી ફિલ્મ જેસલ તોરલ ગુજરાતી ફિલ્મ ઈન્ડસ્ટ્રીઝની એવરગ્રીન ફિલ્મ છે. આ ફિલ્મ જ્યાં જ્યાં લાગી હતી, ત્યાં ત્યાં હાઉસફુલના પાટિયા લાગતા હતા. આ ફિલ્મથી ઉપેન્દ્ર ત્રિવેદી રાતોરાત સ્ટાર બન્યા હતા. આ ફિલ્મે ગુજરાતી ફિલ્મના નવો દોર આણ્યો હતો. તેણે ગુજરાતી ફિલ્મોની વ્યાખ્યા બદલી નાંખી હતી. 


શ્રીકૃષ્ણ ઉપરાંત બીજું કોણ જાણતું હતું મહાભારત યુદ્ધનું પરિણામ?


ડિરેક્ટર રવીન્દ્ર દવે ગુજરાતના રાજામૌલી 
જેસલ તોરલ એ ગુજરાતી ફિલ્મ ઈન્ડસ્ટ્રીનો ઉગતો સૂરજ હતો. 'જેસલ તોરલ' ફિલ્મે કેટલાંય થીયેટરોમાં સિલ્વર જ્યૂબિલી ઊજવીને નિર્માતા, ઍક્ઝિબિટરોની ચાંદી ચાંદી કરી દીધી હતી. કારણ કે, તેના બાદ આ પ્રકારની ફિલ્મો વધુ ચાલી હતી. ડિરેક્ટર રવીન્દ્ર દવે ગુજરાતના રાજામૌલી છે, જેમણે આ ફિલ્મ આપીને ગુજરાતની ફિલ્મ ઈન્ડસ્ટ્રીને ગજવી નાંખી હતી. આ ફિલ્મ ગુજરાતી દર્શકોને મોટી સંખ્યામાં થિયેટર સુધી લઈ આવી હતી. આ ફિલ્મે બાહુબલી કરતા પણ વધુ રેકોર્ડ તોડ્યા હતા. 


25 અઠવાડિયા ચાલી હતી આ ફિલ્મ
જેસલ તોરલ એ ૧૯૭૧ ની ભારતીય ગુજરાતી ભક્તિ ફિલ્મ છે જે રવીન્દ્ર દવે દ્વારા લિખિત અને દિગ્દર્શિત છે. તે ગુજરાતી સિનેમાની સૌથી મોટી હિટ ફિલ્મોમાંની એક સાબિત થઈ અને થિયેટરોમાં ૨૫ અઠવાડિયા સુધી ચાલી.


હવામાન વિભાગની ભયાનક આગાહી : ગુજરાતમાં આ શહેરોમાં આજે કમોસમી વરસાદ કહેર બનીને આવશે


દોઢ લાખમાં બનેલી ફિલ્મે 35 લાખની કમાણી કરી હતી
ફિલ્મ એક્સપર્ટ કહે છે કે, ભલે બાહુબલી સૌથી વધુ કમાણી કરનારી ફિલ્મ હોય. પરંતું જેસલ તોરલે બાહુબલી કરતા પણ વધુ કમાણી કરી હતી. તેઓ આનું ગણિત સમજાવતા તેઓ કહે છે, "'બાહુબલી' કરતાં 'જેસલ તોરલ' મોટી હિટ કહેવાય. 'જેસલ તોરલ' દોઢ લાખ રૂપિયાના ખર્ચે તૈયાર થઈ હતી. બે વર્ષમાં ફિલ્મે 35 લાખ રૂપિયાની કમાણી કરી હતી. તમે 5૦૦ કરોડ રૂપિયાની ફિલ્મ બનાવો અને બે હજાર કરોડ રૂપિયાની કમાણી કરે તો ચાર ગણી કમાણી કહેવાય. આમાં તો દોઢ લાખ રૂપિયાનાં રોકાણમાં 35 લાખ રૂપિયાનું કલેક્શન મળ્યું હતું. તેથી 
કમાણી 20 ગણી કહેવાય. એ રીતે 'બાહુબલી' કરતાં કમાણીમાં વધારે હિટ 'જેસલ તોરલ' કહેવાય."


રવિન્દ્ર દવે ક્યારેય હિન્દી ફિલ્મો તરફ પાછા ન ફર્યાં
આ ફિલ્મ ૧૯૭૧માં રજૂ થઈ હતી. ગુજરાતી ફિલ્મોના નિર્માણને પ્રોત્સાહન આપવા માટે ગુજરાત સરકાર દ્વારા આ ફિલ્મને ટેક્સમાંથી મુક્તિ આપવામાં આવી હતી. આ ફિલ્મ ગુજરાતી સિનેમાની સૌથી મોટી હિટ ફિલ્મોમાંની એક સાબિત થઈ હતી અને ૨૫ અઠવાડિયા સુધી થિયેટરોમાં ચાલી. તેને ગુજરાત સરકાર તરફથી ૧૭ એવોર્ડ મળ્યા છે. આ ફિલ્મે ગુજરાતી સિનેમાને પુનર્જીવિત કર્યું હોવાનું માનવામાં આવે છે. દવેએ ૨૫થી વધુ ગુજરાતી ફિલ્મોનું દિગ્દર્શન કર્યું અને ક્યારેય હિન્દી સિનેમામાં પાછા ફર્યા નહીં.


દેવ દિવાળીએ ફોડાયેલા ફટાકડાથી અમદાવાદના લાટી બજારમાં લાગી વિકરાળ આગ