હવામાન વિભાગની ભયાનક આગાહી : ગુજરાતમાં આ શહેરોમાં આજે કમોસમી વરસાદ કહેર બનીને તૂટી પડશે

Gujarat Rain : સમુદ્રમાં હવાના દબાણ અને સાયક્લોનિક સરક્યુલેશનની અસર છે. જેથી આજે 28 નવેમ્બરે પણ વરસાદની આગાહી છે... ગુજરાતના આ જિલ્લાઓમાં આજે મંગળવારે છે વરસાદની આગાહી 
 

હવામાન વિભાગની ભયાનક આગાહી : ગુજરાતમાં આ શહેરોમાં આજે કમોસમી વરસાદ કહેર બનીને તૂટી પડશે

Gujarat Weather Forecast : ગુજરાતમાં પશ્ચિમ વિક્ષેપને કારણે વાતાવરણમાં મોટો પલટો આવ્યો છે. કારતક મહિનામાં અષાઢ જેવો માહોલ છવાયો છે. શિયાળાની શરૂઆતમાં જ જોરદાર માવઠું આવ્યું છે. લોકો હાલ ઠંડીમાં ધ્રૂજી રહ્યા છે. પરંતું કમોસમી વરસાદની ઘાત હજી ગુજરાતના માથેથી ગઈ નથી. આજે 28 નવેમ્બરે પણ કમોસમી વરસાદની આગાહી છે. ગુજરાતમાં 26 થી 28 નવેમ્બર દરમિયાન વરસાદ પડી શકે છે. દક્ષિણ ભારતમાં પણ વરસાદની આગાહી છે. તો બીજી તરફ, આગાહીકાર અંબાલાલ પટેલે કરી માવઠાની આગાહી કરી છે. 

આજે ક્યાં ક્યાં કમોસમી વરસાદની આગાહી
સમુદ્રમાં હવાના દબાણ અને સાયક્લોનિક સરક્યુલેશનની અસર છે. જેથી આજે 28 નવેમ્બરે પણ વરસાદની આગાહી છે. જેમાં છોટાઉદેપુર, તાપી, ડાંગ, નવસારી, વલસાડ, દમણ, દાદરાનગર હવેલીના કેટલાક વિસ્તારોમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી છે. તો અમદાવાદ, બનાસકાંઠા, પાટણ, સાબરકાંઠા, સુરેન્દ્રનગર, ભાવનગર, બોટાદ અને કચ્છમાં હળવાથી ભારે વરસાદની આગાહી છે. આજે ગુજરાતના અનેક શહેરોમાં લધુત્તમ તાપમાન રહેશે. તો અમુક વિસ્તારોમાં હળવો વરસાદ વરસી શકે છે.

અંબાલાલ પટેલની આગાહી 
હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલની આગાહી એવુ કહે છે કે, રાજ્યમાં ઠંડી અને તાપની સાથે હવે વરસાદનો પણ અનુભવ થશે. ગુજરાતમાં તારીખ 26 થી 28ના રોજ માવઠું થશે,  આગામી દિવસોમાં ગુજરાતના હવામાનમાં ભારે ફેરફાર થવાની શક્યતા છે. નક્ષત્રોની ભારે અસરો ગુજરાત પર જોવા મળશે. ઉત્તર ભારતમાં વેસ્ટર્ન ડિસ્ટર્બની અસર થશે તેમજ પૂર્વ ભારતમાં પણ અસર થઈ શકે છે. પશ્ચિમ બંગાળમાં ચક્રવાત ઉદભવ થશે જેને લઈ ડિસેમ્બરમાં પણ માવઠું થઈ શકે છે. મુંબઇ મહારાષ્ટ્રના ભાગોમાં ભારે વરસાદ થવાની શક્યતા રહેશે.

અંબાલાલ પટેલે વધુમાં જણાવ્યું કે, સુરતમાં ભારે વરસાદ થવાની શક્યતા રહેશે આ સાથે સૌરાષ્ટ્રના કેટલાક ભાગોમાં પણ વરસાદ થવાની આગાહી છે. પંચમહાલ અને પૂર્વ ગુજરાતના ભાગોમાં ભારે વરસાદ થવાની શક્યતા રહેશે. કચ્છના કોઇક કોઇક ભાગે વરસાદ થવાની શક્યતા રહેશે. ઉત્તર ગુજરાતના ભાગો જેમકે મહેસાણા, પાલનપુરના કેટલાક ભાગો અને અન્ય ભાગોમાં પણ વરસાદ થવાની શક્યતા રહેશે. કેટલાક ભાગોમાં તો શિયાળાનો રેકોર્ડ તોડ અને અષાઢી માહોલ જેવો વરસાદ રહેશે.

અંબાલાલ પટેલની ખેડૂતોને મોટી સલાહ 
અંબાલાલ પટેલે ખેતી માટે જણાવ્યું હતું કે, તારીખ 24થી ડિસેમ્બરની શરૂઆત સુધીમાં ગુજરાતમાં વાદળછાયું વાતાવરણ રહેશે. તારીખ 27 બાદ મજબૂત વિક્ષેપો આવશે જેનાથી દેશના ઉત્તરિય પર્વતિય પ્રદેશોમાં ભારે હિમ વર્ષા કરશે. એટલે ધીરે ધીરે શિયાળુ પાકને સાનુકૂળ હવામાન થતુ રહેશે. આ સાથે ઘંઉ, રાયડા અને સરસવના પાક માટે હવામાન સાનુકૂળ બનશે. અમદાવાદ, ગાંધીનગર, પાલનપુર, બનાસકાંઠાના ભાગોમાં પણ વાદળછાયું વાતાવરણ રહેશે. આ ઉપરાંત અહીં કોઇક કોઇક ભાગમાં વરસાદ થવાની શક્યતા રહેશે.

હવામાન નિષ્ણાત પરેશ ગોસ્વામી કમોસમી વરસાદને લઇને આગાહી કરી છે. પરેશ ગોસ્વામીએ જણાવ્યું કે, રાજ્યના હવામાનમાં મોટી પલટો આવ્યો છે. 27 નવેમ્બર સુધી રાજ્યના અનેક વિસ્તારોમા પવન અને ગાજવીજ સાથે 2 થી 3 ઇંચ સુધી માવઠાના વરસાદની આગાહી છે. જેમાં ખાસ કરીને બોટાદ ભાવનગર, ગીર સોમનાથ, સુરેંદ્રનગર અને સૌરાષ્ટ્રના દરિયાકાંઠા વિસ્તારમા વરસાદની આગાહી છે. કચ્છમાં પણ સામન્ય વરસાદની આગાહી છે. દક્ષિણ ગુજરાત અને મધ્ય ગુજરાતમા વાદળછાયુ વાતવરણ અને હળવા વરસાદની આગાહી છે. ઉત્તર ગુજરાતમા પણ છુટાછવાયા વરસાદની આંશકા છે. આવામાં ખેડુતોના રવિ પાકને મોટું નુકસાન થશે. પાકમાં ફંગસ આવવાના કારણ નુકસાનની ભિતી છે. તેથી ખેડુતોને સાવચેતી રાખવાની સુચના છે. 26 અને 27 નવેમ્બર ગુજરાત માટે ભારે છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news