Hina Khan Cancer: ટીવીની જાણીતી અભિનેત્રી હિના ખાનને લઈને એક ચોંકાવનારી ખબર સામે આવી છે. હિના ખાન કેન્સરનો ભોગ બની છે. આ અંગે હિના ખાને પોતે સોશિયલ મીડિયા પર એક પોસ્ટ શેર કરીને જાણકારી આપી છે. હિના ખાનની આ પોસ્ટથી ખળભળાટ મચી ગયો છે. આ પોસ્ટ અનુસાર હિના ખાનને બ્રેસ્ટ કેન્સર છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ પણ વાંચો: Pill Trailer: રિતેશ દેશમુખની વેબ સીરીઝ પિલનું ટ્રેલર OUT, દવા કંપનીઓની ખુલશે પોલ


ટીવી સીરીયલ યે રિશ્તા ક્યા કહેલાતા હે ના અક્ષરોના પાત્રથી ઘરે ઘરમાં ફેમસ થયેલી હિના ખાનના આ સમાચારથી તેના ચાહકોને પણ આંચકો લાગ્યો છે. હિના ખાને પોસ્ટ શેર કરીને જણાવ્યું છે કે તેને ત્રીજા સ્ટેજનું બ્રેસ્ટ કેન્સર છે. 36 વર્ષીય હિના ખાને સોશિયલ મીડિયા પર પોસ્ટ શેર કરીને જણાવ્યું હતું કે, તેના વિશે જે પણ ચર્ચાઓ ચાલી રહી છે તેના પર પૂર્ણવિરામ મૂકીને તે જણાવવા માંગે છે કે તેને ત્રીજા સ્ટેજનું બ્રેસ્ટ કેન્સર છે. આ સમય તેના માટે ખૂબ જ પડકાર જનક છે. તે આ બીમારી સામે લડી રહી છે અને ટૂંક સમયમાં જ સ્વસ્થ થઈને પરત ફરશે. 


આ પણ વાંચો: Sonakshi Sinha: 2 વર્ષ પહેલા જ સોનાક્ષીએ કરી લીધી હતી સગાઈ, ફોટો થયો વાયરલ


હિના ખાને આ પોસ્ટમાં જણાવ્યું છે કે, તે મુશ્કેલ સમયમાંથી પસાર થઈ રહી છે અને સાથે જ લોકોને કહ્યું છે કે તેની પ્રાઇવેસીનું ધ્યાન રાખે. હિના ખાનની આ પોસ્ટ પર તેના મિત્રો અને ચાહકો કમેન્ટ્સ કરીને તે ઝડપથી સ્વસ્થ થઈ જાય તે માટે કામના કરી રહ્યા છે. 



મહત્વનું છે કે વર્ષ 2021માં હિના ખાનના પિતાનું નિધન થયું હતું. તેના પિતાને હાર્ટ અટેક આવ્યો હતો. તેના પિતાના નિધન સમયે હિના ખાન પોતે પણ કોરોના સામે લડી રહી હતી. સ્વાસ્થ્યને લઈને આ સમય તેના માટે મુશ્કેલી ભર્યો હતો. તેવામાં હવે હિના ખાનને ત્રીજા સ્ટેજનું બેસ્ટ કેન્સર હોવાનું સામે આવ્યું છે.