Sonakshi Sinha: 2 વર્ષ પહેલા જ સોનાક્ષીએ કરી લીધી હતી સગાઈ, ફોટો થયો વાયરલ

Sonakshi Sinha: સોશિયલ મીડિયા યુઝરે એક ફોટો શેર કર્યો હતો જે વાયરલ થયો છે. આ ફોટો પર લોકો કોમેન્ટ કરી રહ્યા છે કે શું ખરેખર સોનાક્ષી સિંહાએ 2022 માં જ સગાઈ કરી લીધી હતી ? જે ફોટો વાયરલ થઈ રહ્યો છે તેમાં સોનાક્ષી ડાયમંડ રીંગ ફ્લોન્ટ કરતી જોવા મળે છે

Sonakshi Sinha: 2 વર્ષ પહેલા જ સોનાક્ષીએ કરી લીધી હતી સગાઈ, ફોટો થયો વાયરલ

Sonakshi Sinha: સોનાક્ષી સિંહા અને ઝહીર ઈકબાલે પોતાના પરિવારજનોની હાજરીમાં રવિવાર અને 23 જૂને કોર્ટ મેરેજ કર્યા. લગ્ન કર્યાની રાત્રે બંનેએ ગ્રાન્ડ રિસેપ્શન પણ રાખ્યું હતું. જેમાં બોલીવુડના બધા જ કલાકારો પહોંચ્યા હતા. સોશિયલ મીડિયા પર પણ સોનાક્ષી સિંહા અને ઝહીર ઈકબાલના લગ્નના અને રિસેપ્શનના ફોટો અને વિડીયો વાયરલ થઈ ગયા છે. આ સાથે જ એક જુનો ફોટો પણ વાયરલ થયો છે. આ ફોટો વાયરલ થયાની સાથે ચર્ચાઓ તે જ થઈ છે કે સોનાક્ષી સિંહા એ બે વર્ષ પહેલાં જ સગાઈ કરી લીધી હતી. 

સોશિયલ મીડિયા યુઝરે એક ફોટો શેર કર્યો હતો જે વાયરલ થયો છે. આ ફોટો પર લોકો કોમેન્ટ કરી રહ્યા છે કે શું ખરેખર સોનાક્ષી સિંહાએ 2022 માં જ સગાઈ કરી લીધી હતી ? જે ફોટો વાયરલ થઈ રહ્યો છે તેમાં સોનાક્ષી ડાયમંડ રીંગ ફ્લોન્ટ કરતી જોવા મળે છે અને તેણે કોઈ વ્યક્તિનો હાથ પકડી રાખ્યો છે. ફોટોમાં તે ખૂબ જ ખુશ દેખાય છે. 

આ ફોટો વાયરલ થતા લોકો અલગ અલગ પ્રતિક્રિયા આપી રહ્યા છે. કેટલાક લોકો કહી રહ્યા છે કે તે ઝહીર ઈકબાલ સાથેની સગાઈની ખુશી વ્યક્ત કરી રહી છે. તો કેટલાકનું કહેવું છે કે તે કોઈ જ્વેલરી કે નેલ બ્રાન્ડનું પ્રમોશન કરી રહી છે. જોકે મોટાભાગના લોકો એવું જ કહી રહ્યા છે કે બે વર્ષ પહેલાં જ સોનાક્ષી એ ગુપચુપ સગાઈ કરી લીધી હતી. 

મહત્વનું છે કે કોર્ટ મેરેજ અને રિસેપ્શનના ફોટો શેર કર્યા પછી સોનાક્ષી સિંહા અને ઝહીર ઈકબાલના લગ્નને લઈને નેગેટિવ કોમેન્ટ્સ વધી રહી હતી જેના કારણે તેમનું કોમેન્ટ સેક્શન પણ બંધ કરી દેવામાં આવ્યું હતું. સોનાક્ષી સિન્હાના લગ્ન ઝહીર ઈકબાલ સાથે થયા હોવાની વાતને લઈને જે લોકો સોનાક્ષીને ટ્રોલ કરી રહ્યા હતા તેને શત્રુઘ્ન સિંહાએ પણ જોરદાર જવાબ આપી દીધો હતો. તેમણે કહ્યું હતું કે લોકોનું કામ જ બોલવાનું છે, જે લોકો બોલે છે તે બેકાર હોય છે તેમને ેકહેવા સિવાય બીજું કંઈ કામ હોતું નથી..

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news