Pill Trailer: રિતેશ દેશમુખની વેબ સીરીઝ પિલનું ટ્રેલર OUT, દવા કંપનીઓની ખુલશે પોલ


Pill Trailer: પિલ વેબ સીરીઝનું ટ્રેલર 1 મિનિટ લાંબુ છે. જેની શરુઆત રિતેશ દેશમુખના પાત્ર પ્રકાશ ચૌહાણથી થાય છે. જે ફાર્મા ઈંડસ્ટ્રીની એક કંપનીમાં ડેપ્યુટી મેડિસિન કંટ્રોલર હોય છે. જેમાં એક વ્યક્તિ સુધી દવા પહોંચાડવાની પ્રક્રિયા અને ભ્રષ્ટાચારને દેખાડવામાં આવ્યો છે. 

Pill Trailer: રિતેશ દેશમુખની વેબ સીરીઝ પિલનું ટ્રેલર OUT, દવા કંપનીઓની ખુલશે પોલ

Pill Trailer: બોલીવુડ એક્ટર રિતેશ દેશમુખ ટુંક સમયમાં ઓટીટી ડેબ્યૂ કરશે. તેની પહેલી વેબ સીરીઝ પિલ છે જજે નકલી દવાઓના કૌભાંડ પર આધારિત છે. આ નવા કોન્સેપ્ટની વેબ સીરીઝ સાથે રિતેષ દેશમુખ ઓટીટી પર ડેબ્યુ કરશે. આ વેબ સીરીઝનું ટ્રેલર પણ રિલીઝ કરી દેવામાં આવ્યું છે. 

પિલ વેબ સીરીઝનું ટ્રેલર 1 મિનિટ લાંબુ છે. જેની શરુઆત રિતેશ દેશમુખના પાત્ર પ્રકાશ ચૌહાણથી થાય છે. જે ફાર્મા ઈંડસ્ટ્રીની એક કંપનીમાં ડેપ્યુટી મેડિસિન કંટ્રોલર હોય છે. જેમાં એક વ્યક્તિ સુધી દવા પહોંચાડવાની પ્રક્રિયાને દેખાડવામાં આવી છે. જેમાં સૌથી પાવરફુલ બિઝનેસમેન હોય છે ત્યારબાદ ભ્રષ્ટ ડોક્ટરસ મેડિકલ રિપ્રેઝેંટેટિવ, નેતાઓ, પત્રકાર સહિતના લોકો સામેલ હોય છે. 

ટ્રેલરમાં દેખાડવામાં આવ્યું છે કે બજારમાં મળતી એક દવાને ખાવાથી લોકો પર આડઅસર થાય છે. આ દવાના સત્યને સામે લાવવા માટે રિતેશ દેશમુખ લડાઈ લડે છે. આ સીરીઝમાં પવન મલ્હોત્રાએ કંપનીના સીઈઓનું પાત્ર ભજવ્યું છે. 

પિલ વેબ સીરીઝનું પ્રીમિયર જિયો સિનેમા પર 12 જુલાઈ 2024 થી થશે. આ સિવાય રિતેશ દેશમુખની ફિલ્મોની વાત કરીએ તો તે કકુડા ફિલ્મમાં પણ જોવા મળશે. આ ફિલ્મમાં તેની સાથે સોનાક્ષી સિંહા પણ જોવા મળશે. આ ફિલ્મ પણ 12 જુલાઈએ જ રિલિઝ થશે પરંતુ ઓટીટી પ્લેટફોર્મ ઝી5 પર. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news