નવી દિલ્હીઃ કૃષિ કાયદા વિરુદ્ધ કિસાનોનું પ્રદર્શન ચાલી રહ્યું છે. કિસાન દિલ્હી-હરિયાણાની સરહદ સિંધુ બોર્ડર અને દિલ્હીના નિરાકારી સમાગમ મેદાનમાં હાજર છે અને પોતાની માંગોને લઈ પ્રદર્શન કરી રહ્યાં છે. કિસાનોને દેશભરમાંથી સમર્થન મળી રહ્યું છે. બોલીવુડ સેલિબ્રિટી પણ કિસાનોના સપોર્ટમાં આવ્યા છે. તેવામાં હવે કપિલ શર્માએ કિસાનોને સમર્થન આપતા ટ્વીટ કર્યુ છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

કપિલ શર્માનું ટ્વીટ
કોમેડિયન કપિલ શર્મા (Kapil Sharma)એ તેના પર ટ્વીટ કરતા કહ્યુ, 'કિસાનોના મુદ્દાને રાજકીય રંગ ન આપતા વાતચીતથી આ મુદ્દાનો હલ કાઢવો જોઈએ. કોઈપણ મુદ્દો એટલો મોટો નથી હોતો કે વાતચીતથી તેનો હલ ન નિકળે. અમે બધા દેશવાસી કિસાન ભાઈઓની સાથે છીએ. આ અમારા અન્નદાતા છે.' #farmers'
 


બ્રેન સ્ટ્રોકનો શિકાર થયો Rahul Roy,નાણાવટી હોસ્પિટલમાં દાખલ 

હિટ સિંગર ગુરૂ રંધાવાએ રાખી પોતાની વાત
પંજાબી સિંગર ગુરૂ રંધાવા (Guru Randhawa)એ કહ્યુ, 'સરકારે કિસાનો સાથે બેસવુ જોઈએ અને કોઈ સમાધાન કાઢવુ જોઈએ. અમે બધા કિસાન પરિવારમાંથી છીએ અને અમારા પ્રિય કિસાનોની સાથે છીએ.' આ પહેલા સિંગર-એક્ટર દિલજીત દોસાંજ (Diljit Dosanjh)એ પણ કિસાનોનું સમર્થન કર્યુ અને પ્રદર્શનની તસવીર શેર કરતા કહ્યુ હતુ, બાબા સબ ઠીક રખે. કિસીકો કોઈ નુકસાન ન હો.


આ બિલને લઈને બબાલ
કૃષિ બિલ, 2020  (Farm Bill 2020) કૃષિ સાથે જોડાયેલ ત્રણ વિભિન્ન બિલ છે જેને સપ્ટેમ્બર 2020ના સંસદમાં પાસ કરવામાં આવ્યું હતું. સંસદમાં પસાર થયા બાદ પણ તેને લઈને બબાલ શરૂ થઈ હતી. સોશિયલ મીડિયા પર પણ મોદી સરકારને ઘેરી હતી. હવે કિસાન દિલ્હીની સરહદ પર 26 નવેમ્બરથી પ્રદર્શન કરી રહ્યા છે. 


બોલીવુડ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube