બ્રેન સ્ટ્રોકનો શિકાર થયો Rahul Roy,નાણાવટી હોસ્પિટલમાં દાખલ

:આ વર્ષ બોલીવુડ માટે ખૂબ જ ખરાબ સાબિત થયું છે. હવે સમાચાર આવ્યા છે કે બોલીવુડ એક્ટર રાહુલ રોય (Rahul Roy)ને મુંબઇના નાણાવટી હોસ્પિટલમાં ભરતી કરવામાં આવ્યા છે.

બ્રેન સ્ટ્રોકનો શિકાર થયો Rahul Roy,નાણાવટી હોસ્પિટલમાં દાખલ

નવી દિલ્હી: આ વર્ષ બોલીવુડ માટે ખૂબ જ ખરાબ સાબિત થયું છે. હવે સમાચાર આવ્યા છે કે બોલીવુડ એક્ટર રાહુલ રોય (Rahul Roy)ને મુંબઇના નાણાવટી હોસ્પિટલમાં ભરતી કરવામાં આવ્યા છે. 1990માં રિલીઝ થયેલી બ્લોકબસ્ટર ફિલ્મ 'આશિકી'થી રાતોરાત સ્ટાર બનેલા અભિનેતા રાહુલ રોય કારગિલમાં ફિલ્મ 'LAC -લિવ ધ બેટલ' શૂટિંગ દરમિયાન બ્રેન સ્ટ્રોકનો શિકાર થયા અને હાલ તેમને સારવાર માટે નાણાવટી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. 

સમાચાર છે કે 54 વર્ષીય અભિનેતા રાહુલ રોયને 7 દિવસ પહેલાં કારગિલમાં ચાલી રહેલી શૂટિંગ દરમિયાન બ્રેન સ્ટ્રોક આવ્યો હતો. ત્યારબાદ શ્રીનગરની એક હોસ્પિટલમાં એડમિટ કરવામાં આવ્યા હતા. પરંતુ ત્યારબાદ હવે 28029 નવેમ્બર દરમિયાન રાત્રે 1.25 વાગે મુંબઇની નાણાવટી હોસ્પિટલમાં એડમિટ કરવામાં આવ્યા છે. 

રિપોર્ટ અનુસાર રાહુલ રોય ICUમાં એડમિટ છે. તેમને પ્રોગ્રેસિવ બ્રેન સ્ટ્રોક આવ્યો છે. પરંતુ તેમની જાણકારી અનુસાર એક્ટર હવે સુરક્ષિત છે અને ખતરાથી બહાર છે. તેમને સંપૂર્ણ રીતે સ્વસ્થ્ય થવામાં થોડો સમય લાગી શકે છે. સોશિયલ મીડિયા પર એક્ટરના ફેન્સ તેમના જલદી થવાની પ્રાર્થના કરી રહ્યા છે. 

એક ન્યૂઝ પોર્ટલ સાથે વાત કરતાં રાહુલ રોયના બનેવી રોમિર સેનએ ફોન પર જણાવ્યું હતું કે આ સમાચાર સાચા છે કે રાહુલ નાણાવટીની હોસ્પિટલમાં ભરતી છે. કોવિડના માહોલને જોતાં તેમને સાવધાની રાખતાં આઇસીયૂમાં રાખવામાં આવ્યા છે. પરંતુ રાહુલનો કોવિડ રિપોર્ટ નેગેટિવ આવ્યો છે. તેમની તબિયતને લઇને ચિંતાની કોઇ વાત નથી અને તેમની તબિયતમાં સુધારો થઇ રહ્યો છે. 

તમને જણાવી દઇએ કે રાહુલ રોયએ મહેશ ભટ્ટની ફિલ્મ 'આશિકી'થી બોલીવુડમાં ડેબ્યૂ કર્યા પછી 'સપને સાજન કે' 'ફિર તેરી કહાની યાદ આઇ', ;જનમ', 'પ્યાર કા સાયા', જુનૂન' પહલા નશા', 'ગુમરાહ', જેવી ઘણી ફિલ્મોમાં કામ કર્યું. સાથે જ તે 'બિગ બોસ'ની પહેલી સિઝનના વિજેતા તરીકે પણ જાણિતા છે.  

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news