Fighter Movie On OTT: જે લોકો ઋત્વિક રોશન અને દીપિકા પાદુકોણની ફિલ્મ ફાઈટર થિયેટરમાં નથી જોઈ શક્યા તેઓ ઘણા સમયથી આ ફિલ્મ ઓટીટી પર રિલીઝ થાય તેની રાહ જોઈ રહ્યા હતા. હવે આ રાહ જોવાનો સમય પૂરો થઈ ગયો છે કારણ કે ફાઈટર ફિલ્મ ઓટીટી પર સ્ટ્રીમ થઈ ચૂકી છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ પણ વાંચો: Kapil Sharma ના શોના પહેલો એપિસોડ હશે ખાસ, પહેલા મહેમાનની જાણકારી થઈ ગઈ લીક


ઋત્વિક રોશન, દીપિકા પાદુકોણ, અનિલ કપૂર ની ફાઈટર ફિલ્મ ઓટીટી પ્લેટફોર્મ નેટફ્લિક્સ પર રિલીઝ થઈ ચૂકી છે. આ અંગેનું ઓફિશિયલ અનાઉન્સમેન્ટ ફિલ્મ મેકર્સ દ્વારા કરવામાં આવ્યું હતું. એટલે કે હવે દર્શકો ઘર બેઠા સિદ્ધાર્થ આનંદના ડાયરેક્શનમાં બનેલી ફિલ્મ ફાઈટરને નેટફ્લિક્સ પર એન્જોય કરી શકે છે. 


આ પણ વાંચો: આ OTT પ્લેટફોર્મ પર રિલીઝ થશે એકથી એક જોરદાર ફિલ્મો અને શો, જોઈ લો લિસ્ટ તમે પણ


25 જાન્યુઆરી 2024 ના રોજ ફાઈટર ફિલ્મ સિનેમા ઘરોમાં રિલીઝ થઈ હતી. રિપબ્લિક ડે ના દિવસે દર્શકો આ ફિલ્મને માણી હતી. થિયેટર રિલીઝ પછી સિદ્ધાર્થ આનંદની આ ફિલ્મને સારો રિસ્પોન્સ મળ્યો હતો. જો કે આ ફિલ્મને પઠાન ફિલ્મ જેટલી સફળતા મળી નહીં. આ ફિલ્મ 250 કરોડના બજેટમાં તૈયાર થઈ હતી.


ફાઈટર ફિલ્મને લઈને નેટફ્લિક્સ દ્વારા પણ સોશિયલ મીડિયા પર પોસ્ટ કરવામાં આવી હતી. નેટફ્લિક્સ પોસ્ટ કરીને જણાવ્યું હતું કે 20 માર્ચ રાત્રે 12:00 વાગ્યાથી નેટફ્લિક્સ પર ફાઈટર ફિલ્મ ઉપલબ્ધ હશે દર્શકો તેને એન્જોય કરી શકે છે. 


આ પણ વાંચો: શિલ્પા શેટ્ટીને આ વિચિત્ર ડ્રેસના કારણે લોકોએ કહી ઉર્ફીની બહેન, જુઓ તમે પણ Photo


ફાઈટર ફિલ્મની કાસ્ટની વાત કરીએ તો તેમાં મુખ્ય ભૂમિકામાં દીપિકા પાદુકોણ અને રિતિક રોશન હતા. સાથે જ અનિલ કપૂર, કરણસિંહ ગ્રોવર સહિતના કલાકારો પણ જોવા મળ્યા હતા. ફાઈટર ફિલ્મે બોક્સ ઓફિસ પર 254 કરોડની કમાણી કરી હતી જ્યારે આ ફિલ્મનું ગ્લોબલી કલેક્શન 350 કરોડનું રહ્યું હતું.