લખનઉ: અભિનેતા સુશાંત સિંહ રાજપૂત (Sushant Singh Rajput)ના મોત બાદ ચાલી રહેલા વિવાદોની વચ્ચે તેમના પર એક ફિલ્મ બનાવાની જાહેરાત થઈ રહી છે. આ ફિલ્મનું નામ હશે 'Suicide or Murder'. ફિલ્મમાં મુખ્ય ભૂમિકા સુશાંત જેવા દેખાતા ટિકટોક સ્ટાર સચિન તિવારી (TikTok Ster Sachin Tiwari) નિભાવશે. આ ફિલ્મ કથિત રીતે તેની પરિસ્થિતિઓ પર આધારીત છે, જેના કારણે યુવા અભિનેતાનું અકાળે નિધન થયું છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ પણ વાંચો:- જાણો Sushant Singh Rajput ની આત્મા સાથે વાત કરનાર સ્ટીવ હફના વીડિયોની સચ્ચાઇ


ઉત્તર પ્રદેશના રાયબરેલીના રહેવાસી સચિન તિવારીએ તેના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર આ જાહેરાત કરી છે કે તે ફિલ્મમાં 'ધ આઉટસાઇડર'નો રોલ નિભાવશે. આ ફિલ્મનું નિર્દેશન શમિક મૌલિક કરી રહ્યાં છે.


સુશાંત સિંહ રાજપૂતના મોત બાદ ટિકટોક સ્ટાર સચિન તિવારી ચર્ચામાં આવ્યો. જે કે સુશાંત સિંહ જેવો દેખાય છે. તેના લુકના કારણે જ તેના ફેન્સ વધતા જાય છે. તિવારી ફિટનેસ લવર છે અને નિયમિત રીતે તેનું વર્કઆઉટ અને તેના સ્ટંટના વીડિયો બનાવી પોસ્ટ કરે છે. હવે તેના સુશાંત સિંહ રાજપૂતનો ચાહક હોવાનો દાવો કરતા સુંશાત સિંહના સોન્ગ પર ડાન્સ કરતા ઘણા વીડિયો પણ પોસ્ટ કર્યા છે. તિવારીએ ફિલ્મનું ફસ્ટ લુક રિલીઝ કર્યું છે.


આ પણ વાંચો:- કંગનાએ આદિત્ય ચોપડા પર લગાવ્યો આરોપ, કહ્યું- ફિલ્મ રિજેક્ટ કરવા પર મળી હતી ધમકી


ફિલ્મનું નિર્માણ VSGbinge કરી રહ્યું છે. તેના નિર્માતા વિજય શંકર ગુપ્તાએ કહ્યું કે, તેમણે ફિલ્મને વર્ષના અંત સુધી રિલીઝ કરવાની યોજના બનાવી છે.


Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube