Filmfare 2018: અક્ષય-શાહરૂખને પછાડીને આ અભિનેતાએ જીત્યો બેસ્ટ એક્ટરનો એવોર્ડ
ફિલ્મફેર 2018નું આયોજન 20મી જાન્યુઆરીએ મુંબઈમાં કરવામાં આવ્યું હતું.
નવી દિલ્હી: ફિલ્મફેર 2018નું આયોજન 20મી જાન્યુઆરીએ મુંબઈમાં કરવામાં આવ્યું હતું. ગત વર્ષની જેમ આ વર્ષે પણ બોલિવૂડના બાદશાહ શાહરૂખ ખાન અને ફિલ્મમેકર કરણ જૌહરે આ શોને હોસ્ટ કર્યો હતો. એવોર્ડ શોમાં બોલિવૂડના અનેક સિતારાઓ સામેલ થયા હતાં. આ અવસરે અક્ષયકુમાર, શાહરૂખ ખાન અને રણવીર સિંહ જેવા કલાકારોએ પરફોર્મન્સ આપ્યું હતું અને દર્શકોનું ભરપૂર મનોરંજન કર્યુ હતું. જ્યારે વિદ્યા બાલન અને ઈરફાન ખાન ફિલ્મફેર 2018ના બેસ્ટ એક્ટર અને બેસ્ટ એક્ટ્રેસના એવોર્ડથી નવાજવામાં આવ્યાં.
વિદ્યા બાલનને તેની ફિલ્મ તુમ્હારી સુલુ માટે બેસ્ટ એક્ટર લીડ(ફીમેલ) માટે એવોર્ડ મળ્યો જ્યારે ઈરફાન ખાનને તેની ફિલ્મ હિન્દી મીડિયમ માટે બેસ્ટ એક્ટર (મેલ) માટે એવોર્ડ મળ્યો. આ ઉપરાંત રાજકુમાર રાવને તેની ફિલ્મ બરેલી કી બરફી માટે બેસ્ટ એક્ટર ઈન સપોર્ટિંગ રોલ (મેલ)નો એવોર્ડ મળ્યો અને ટ્રેપ્ડ માટે ક્રિટિક્સનો બેસ્ટ એક્ટર ફોર મેલનો એવોર્ડ મળ્યો હતો.
ફિલ્મ 'સીક્રેટ સુપરસ્ટાર' માટે ઝાયરા વસીમની માતાનો રોલ કરનારી અભિનેત્રી મેહર વીજને બેસ્ટ સપોર્ટિંગ એક્ટ્રેસ માટેનો એવોર્ડ મળ્યો હતો. ઝાયરાને આ ફિલ્મ માટે ક્રિટિક્સનો બેસ્ટ એક્ટર (ફીમેલ)નો એવોર્ડ મળ્યો. કોંકણા સેનને તેની ફિલ્મ 'અ ડેથ ઈન ધ ગંજ' ફિલ્મ માટે બેસ્ટ ડાઈરેક્ટર ડેબ્યુનો એવોર્ડ મળ્યો.
જ્યારે અશ્વિની ઐયર તિવારીને તેની ફિલ્મ બરેલી કી બરફી માટે બેસ્ટ ડાઈરેક્ટરના એવોર્ડથી નવાજવામાં આવી. અમિત વી મસુરકરને તેની ફિલ્મ ન્યૂટન માટે બેસ્ટ ઓરિજિનલ સ્ટોરીના એવોર્ડથી નવાજવામાં આવ્યાં. ન્યૂટનને ક્રિટિક્સ દ્વારા બેસ્ટ ફિલ્મ નું સન્માન પણ આપવામાં આવ્યું. આ ઉપરાંત હિન્દી મીડિયમને બેસ્ટ ફિલ્મ (પોપ્યુલર)ના એવોર્ડથી નવાજમાં આવી. આ અવસરે બોલિવૂડના અનેક સિતારાઓ જોવા મળ્યાં હતાં.