મુંબઇ: બીએમસી એક્ટર અરબાઝ ખાન અને સોહેલ ખાન સામે મોટી કાર્યવાહી કરી છે. કોરોના ગાઈડલાઈન તોડવાના આરોપમાં બીએમસીએ આ બંને અભિનેતા અને સોહેલ ખાનના પુત્ર નિર્વાન ખાન સામે FIR દાખલ કરી છે. આ લોકો પર બીએમસીને ખોટી માહિતી આપવાનો આરોપ છે. આ લોકો 25 ડિસેમ્બરે યુએઈથી મુંબઇ પાછા ફર્યા હતા. તેઓએ બીએમસીને સોગંદનામું આપ્યું હતું કે તેઓ તાજ હોટેલમાં પોતાને ક્વોરેન્ટાઇન કરશે, પરંતુ તાજ હોટેલમાં અલગ રહેવાને બદલે તેઓ બાંદ્રામાં તેમના ઘરે ગયા હતા.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ પણ વાંચો:- Amitabh Bachchanની જાહેરાત, આ ફિલ્મના હીરો હશે Sonu Sood


ભલે દુનિયાના મોટાભાગના ભાગોમાં લોકડાઉનથી લોકોને મુક્ત કરવામાં આવ્યા છે, પરંતુ કોરોના વાયરસથી બચાવ અંતર્ગત તમામ ગાઈડલાઈનનું કડક પાલન કરવાનું કહેવામાં આવ્યું છે. લોકડાઉન પૂર્ણ થયા બાદ બોલિવૂડના ઘણા કલાકારોએ વિદેશમાં રજાઓ માણી અથવા શૂટિંગ કર્યું છે. એવા ઘણા સ્ટાર્સ હતા જેમણે આ સમય દરમિયાન લોકડાઉનના નિયમોનું સારી રીતે પાલન કર્યું હતું. પરંતુ કેટલાક સ્ટાર્સે આ દરમિયાન બેદરકારી પણ દર્શાવી હતી. સલમાન ખાનના ભાઈઓ સોહેલ ખાન અને અરબાઝ ખાન પણ આવું જ કંઈક કરી રહ્યા છે.


આ પણ વાંચો:- શું કપિલ શર્મા ફરી બનશે પિતા? ટ્વીટ કરી કહ્યું- કાલે આપીશ શુભ સમાચાર


નિર્વાન ખાન પણ ફસાયો
બીએમસીએ બંને સ્ટાર સહિત સોહેલના પુત્ર નિર્વાન ખાન વિરુદ્ધ એફઆઈઆર નોંધાવી છે. આ સાથે, તે નક્કી થઈ ગયું છે કે સોહેલ અને અરબાઝની મુશ્કેલીઓ હવે વધવા જઈ રહી છે. તમને જણાવી દઇએ કે આ પહેલા પણ માસ્ક ન લગાવવા બદલ સ્ટાર્સને સોશિયલ મીડિયા પર ટ્રોલ કરવામાં આવ્યા છે. પરંતુ આ વખતે મામલો થોડો ગંભીર લાગે છે. હવે અરબાઝ અને સોહેલ પર શું કાર્યવાહી કરવામાં આવે છે, તે આવનારો સમય કહેશે. હમણાં સુધી, આ બાબતે ભાઈ સલમાન ખાન તરફથી કોઈ પ્રતિક્રિયા મળી નથી.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube