શું કપિલ શર્મા ફરી બનશે પિતા? ટ્વીટ કરી કહ્યું- કાલે આપીશ શુભ સમાચાર

સ્ટેન્ડ અપ કોમેડિયન અને ધ કપિલ શર્મા સોના હોસ્ટ કપિલ શર્માએ સોમવારે ટ્વિટર પર એક રસપ્રદ ટ્વીટ કરીને હંગામો મચાવી દીધો છે. 
 

શું કપિલ શર્મા ફરી બનશે પિતા? ટ્વીટ કરી કહ્યું- કાલે આપીશ શુભ સમાચાર

નવી દિલ્હીઃ સ્ટેન્ડ અપ કોમેડિયન અને ધ કપિલ શર્મા સોના હોસ્ટ કપિલ શર્માએ સોમવારે ટ્વિટર પર એક રસપ્રદ ટ્વીટ કરીને હંગામો મચાવી દીધો છે. હકીકતમાં કપિલે ટ્વીટમાં એવુ લખ્યુ કે, ફેન્સ તેને તેની પત્ની ગિન્ની ચતરથની પ્રેગનેન્સીને જોડીને જોઈ રહ્યાં છે અને આશા કરી રહ્યાં છે કે કપિલ કાલે એટલે કે મંગળવારે પિતા બનવાના શુભ સમાચાર આપશે. 

— Kapil Sharma (@KapilSharmaK9) January 4, 2021

કપિલે પહેલા ટ્વીટ કરીને પૂછ્યુ- શુભ સમાચારને અંગ્રેજીમાં શું કહે છે? મહેરબાની કરીને જણાવો. આ વાતને તેણે રોમનમાં પણ લખી. તેના થોડા કલાકો બાદ તેણે આ ટ્વીટને રીટ્વીટ કરતા લખ્યુ,  Tomorrow I will share a શુભ સમાચાર matlab ek auspicious news... એટલે કે કાલે હું એક શુભ સમાચાર મતલબ ઓફિશિયલ ન્યૂઝ શેર કરીશ. ઉલ્લેખનીય છે કે અહીં કપિલે શુભ સમાચાર માટે ગૂડ ન્યૂઝનો ઉપયોગ કર્યો નથી, જેમ સામાન્ય રીતે કરવામાં આવે છે. એમ લાગે છે કે તેણે ઇરાદાપૂર્વક તેને ટ્વિસ્ટ કરતા  auspicious news લખ્યું છે. 

કપિલના આ ટ્વીટના જવાબમાં ઘણા ફેન્સે તેને પૂછ્યુ કે શું તે બીજીવાર પિતા બનવાનો છે?

— Hareshyam shukla'Niraj' (@IncNiraj) January 4, 2021

— Kapil Sharma (@KapilSharmaK9) January 4, 2021

— Sukhwinder Singh ARORA (@MaximumGain) January 4, 2021

— ImSantosh34 (@Imsantosh36) January 4, 2021

— Ånkush Mëënå (@ankush_meena_) January 4, 2021

 

પરંતુ કેટલાક ફેન્સે તેનાથી અલગ પણ અનુમાન લગાવ્યું. કોઈએ કહ્યું કે, તેની વેબ સિરીઝ આવવાની છે તો કોઈએ લખ્યું કે ફિલ્મ શરૂ થવાની છે. કેટલાકે કપિલ શર્મા શોમાં સુનીલ ગ્રોવરની વાપસીનો અંદાજ લગાવ્યો છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news