મુંબઈ : ફિલ્મ 'ફન્ને ખાં'માં વર્ષો પછી અનિલ કપૂર અને ઐશ્વર્યા રાય એકસાથે દેખાવાના છે. આ ફિલ્મમાં ઐશ્વર્યાના લુકને બહુ પસંદ કરવામાં આવ્યો છે. હાલમાં આ ફિલ્મનું પહેલું ગીત 'મોહબ્બત' રિલીઝ કરવામાં આવ્યું છે. આ ફિલ્મમાં ઐશ્વર્યા રાય પ્રસિદ્ધ સિંગર બેબી સિંહનો રોલ ભજવી રહી છે. બેબી એવી સુપરસ્ટાર છે જેનું દરેક ગીત સુપરહિટ સાબિત થાય છે. આ ગીતમાં ઐશ્વર્યા અલગ જ અંદાજમાં ડાન્સ કરતી જોવા મળી છે. 


બોલિવૂડના સમાચાર જાણવા માટે કરો ક્લિક...