નવી દિલ્હી : સોશિયલ મીડિયામાં બુધવારે એકાએક ફિટનેસ વીડિયોની લાઇન લાગી ગઈ હતી. દરેક વ્યક્તિ પોતાનો એક્સરસાઇઝ કરતા વીડિયો નાખી રહ્યા છે. આ સિલસિલો શરૂ કર્યો છે ખેલમંત્રી રાજ્યવર્ધન સિંહ રાઠોડે. હકીકતમાં રાજ્યવર્ધ રાઠોડે પોતાનો એક વીડિયો સોશિયલ મીડિયા પર શેયર કરીને લોકોને ફિટ અને તંદુરસ્ત બનવાની સલાહ આપી. આ સાથે જ તેણે પોતાની ફિટનેસ દેખાડવાની ચેલેન્જ ક્રિકેટ ટીમના કેપ્ટન વિરાટ કોહલી, એક્ટર હૃતિક રોશન તેમજ બેડમિન્ટન પ્લેયર સાઇના નેહવાલને આપી હતી. રાજ્યવર્ધન રાઠોડનું આ કેમ્પેઇન #HumFitTohIndiaFit  હેશટેગ સાથે સોશિયલ મીડિાય પર વાઇરલ થઈ રહ્યું છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

70 વર્ષના દાદાએ બતાવ્યું એવું 'પાણી' કે જાણીને સલામ કરશે આખી દુનિયાના લોકો


આ કેમ્પેઇનના ભાગરૂપે જ ફિટનેસ ચેલેન્જ સાથે બોલિવૂડ, ખેલ જગત તેમજ રાજનીતિ સાથે જોડાયેલી વ્યક્તિઓએ પોતાના વીડિયો પોસ્ટ કરવાનું શરૂ કરી દીધું છે. કેન્દ્રિય ગૃહ રાજ્ય મંત્રી કિરણ રિજીજૂએ પોતાના વીડિયોમાં ફિટનેસ ચેલેન્જ એક્ટર સલમાન ખાન તેમજ ટીવીની પ્રસિદ્ધ 'ભાભીજી' એક્ટ્રેસ સૌમ્યા ટંડનને ફોરવર્ડ કરી દીધી છે. 



સૌમ્યા ટંડન 'ભાભીજી ઘર પર હૈં'માં અનિતા ભાભીના રોલમાં જોવા મળે છે. તે પોતાની ફિટનેસ માટે બહુ જાગૃત છે અને ઘણીવાર જોગિંગ કરતા જોવા મળે છે. તેણે આ ચેલેન્જ પુરી કરી છે. 



'ભાભીજી ઘર પર હૈં'ની બીજી એક્ટ્રેસ શુભાંગી અત્રેએ પણ પોતાનો ફિટનેસ વીડિયો સોશિયલ મીડિયામાં શેયર કર્યો છે. 



સોશિયલ મીડિયા પર લોકો રાજ્યવર્ધન સિંહની આ ચેલેન્જની જોરદાર પ્રશંસા કરી રહ્યા છે. લોકો ચેલેન્જના જવાબમાં ફોટો અને વીડિયો પોસ્ટ કરી રહ્યા છે.