Govinda: ગોવિંદા માટે અબજોપતિની દીકરી ઘરમાં બની હતી નોકરાણી, પત્નીએ ખોલ્યા મોટા રાઝ
Govinda: એક સમય હતો જ્યારે ગોવિંદા સ્ટારડમના મામલે બોલિવૂડના ઘણા મોટા કલાકારોને ટક્કર આપતા હતા. તેમની લોકપ્રિયતા જબરદસ્ત હતી. હાલમાં જ તેની પત્ની સુનીતા આહુજાએ એક ઘટના સંભળાવી છે, જે દર્શાવે છે કે ગોવિંદાના ફેન ફોલોઈંગની શું હાલત હતી.
Govinda: ક્યારેક 'હીરો નંબર 1' તો ક્યારેક 'કુલી નંબર 1' બનીને લોકોના દિલો પર રાજ કરવાની સાથે ગોવિંદાએ પણ એક સમયે બોલિવૂડ પર રાજ કર્યું હતું. 1986માં રિલીઝ થયેલી ફિલ્મ 'ઇલઝામ'થી પોતાના ફિલ્મી કરિયરની શરૂઆત કર્યા બાદ તેમણે લોકોને ખૂબ હસાવ્યા હતા. લોકોને તેની કોમિક સ્ટાઈલ ખૂબ પસંદ આવી. 90ના દાયકામાં ગોવિંદા સ્ટારડમના મામલે સલમાન, આમિર અને શાહરૂખ ખાન જેવા કલાકારોને ટક્કર આપતા હતા. જોકે, હવે તે ઘણા સમયથી ફિલ્મોથી દૂર છે.
આ પણ વાંચો: અનિલ મેહતાના મૃત્યુનું કારણ આવ્યું સામે, છેલ્લે દીકરીઓને કોલ કરી કહી હતી આ વાત..
ભલે ગોવિંદા ઘણા વર્ષોથી મોટા પડદા પર જોવા ન મળ્યો હોય, પરંતુ તેની ફેન ફોલોઈંગ હજુ પણ ઘણી મજબૂત છે. હાલમાં જ તેની પત્ની સુનીતા આહુજાએ તેની ફેન ફોલોઈંગ વિશે વાત કરી છે. સુનીતાના કહેવા પ્રમાણે, 90ના દાયકામાં ગોવિંદાની લોકપ્રિયતા એટલી બધી હતી કે તેની મહિલા ચાહકો તેની એક ઝલક મેળવવા માટે તેના ઘરની બહાર અથવા સેટ પર ભેગી થતી હતી. ગોવિદાનું નામ અનેક હિરોઈનો સાથે જોડાયું હતું. આમ છતાં પત્ની બિન્દાસ્ત કહે છેકે મને ખબર છે કે તેમની ફેન ફોલોઇંગ વધારે છે પણ આખરે રાતે તો એ મારી પાસે જ આવવાના છે હું એ સારી રીતે જાણતી હતી.
આ પણ વાંચો: Devara Trailer: દમદાર એકશન ફિલ્મ દેવરાનું ટ્રેલર ઉડાવી દેશે તમારા હોશ, જોઈ લો ફટાફટ
સુનીતાએ અંકિતના પોડકાસ્ટ સાથે ટાઈમઆઉટમાં જણાવ્યું કે ગોવિંદાની ફેન ફોલોઈંગ એટલી બધી હતી કે એકવાર એક છોકરી તેના ઘરે 20 દિવસ સુધી ઘરની નોકરાણી બનીને રહી હતી. સુનીતાએ કહ્યું, “તેને નોકરાણી બનવાનો ઢોંગ કર્યો અને તે 20-22 દિવસ અમારી સાથે રહી. મને લાગ્યું કે તે સારા પરિવારમાંથી છે. મેં મારી સાસુને કહ્યું કે તેમને વાસણો ધોવા કે ઘર સાફ કરવાનું નથી આવડતું."
ગોવિંદાની રાહ જોતી હતી
આ પણ વાંચો: આ ફિલ્મના રેકોર્ડ આજ સુધી નથી તુટ્યા, આ હોરર ફિલ્મ રાત્રે એકલામાં જોવી અશક્ય
સુનીતાએ જણાવ્યું કે પછી તેને ખબર પડી કે તે એક મંત્રીની દીકરી છે અને ગોવિંદાની ફેન છે, તેથી તે ઘરે નોકરાણીનું નાટક કરીને તેના ઘરે રહેતી હતી. તેણે એમ પણ કહ્યું, “મને તેના પર શંકા હતી. તે મોડે સુધી જાગતી અને ગોવિંદાની રાહ જોતી. મને નવાઈ લાગી. પછી મેં તેનું બેકગ્રાઉન્ડ ચેક કર્યું. તે પછી તે અમારી સામે રડવા લાગી અને પછી તેણે કહ્યું કે તે ગોવિંદાની ફેન છે. બાદમાં તેના પિતા ચાર ગાડીઓ લઈને આવ્યા હતા અને તેને પોતાની સાથે લઈ ગયા હતા. તેણે લગભગ 20 દિવસ અમારી સાથે કામ કર્યું. તેની આટલી ફેન ફોલોઈંગ હતી."
આ પણ વાંચો: Kill થી લઈ તનાવ 2 સુધી આ ફિલ્મો અને વેબ સીરીઝ આ અઠવાડિયે ઓટીટી પર થશે રિલીઝ
ગોવિંદાના ઘરમાં કેવી રીતે પ્રવેશી હતી છોકરી?
થોડા વર્ષો પહેલા ગોવિંદાએ પણ પોતાના તે ફેનનો ઉલ્લેખ કર્યો હતો. તેણે કહ્યું હતું કે યુવતી એક દિવસ તેના ઘરની બહાર ઉભી હતી. તેણે યુવતીને પૂછ્યું હતું કે શું તેમને કામ જોઈએ છે. તેમણે યુવતીને એમ પણ કહ્યું કે તેમની માતા ઘરનું તમામ કામ સંભાળે છે, તેથી જો તેમને નોકરી જોઈતી હોય તો તેણે તેમની માતા સાથે વાત કરવી જોઈએ. જે બાદ ગોવિંદાની માતાએ તેને નોકરી પર રાખી હતી.
આ પણ વાંચો: 45 કરોડના ખર્ચે બની અર્જુન કપૂરની આ સુપર ફ્લોપ ફિલ્મ, મફતમાં જોવા પણ કોઈ રાજી ન થયું
જો કે ગોવિંદાની ફિલ્મો પર નજર કરીએ તો તે છેલ્લે 'રંગીલા રાજા' નામની ફિલ્મમાં જોવા મળ્યો હતો. આ ફિલ્મ વર્ષ 2019માં રિલીઝ થઈ હતી. આ ફિલ્મ લોકો પર પોતાનો જાદુ ચલાવવામાં નિષ્ફળ રહી અને સ્થાનિક બોક્સ ઓફિસ પર માત્ર 19 લાખ રૂપિયાની કમાણી કરી. આ ફ્લોપ ફિલ્મ પછી ગોવિંદા કોઈ પિક્ચરમાં જોવા મળ્યો નથી.