OTT Release Of Week: Kill થી લઈ તનાવ સુધી આ ફિલ્મો અને વેબ સીરીઝ આ અઠવાડિયે ઓટીટી પર થશે રિલીઝ

OTT Release Of Week: નવી નવી ફિલ્મો અને વેબ સીરીઝ લોકોના શનિ-રવિને મનોરંજનથી ભરપૂર બનાવે છે. ત્યારે આ વીકેન્ડ પર તમે કઈ ફિલ્મો અને વેબ સીરીઝ ઓટીટી પ્લેટફોર્મ પર જોઈ શકશો ચાલો તમને જણાવી દઈએ. 

OTT Release Of Week: Kill થી લઈ તનાવ સુધી આ ફિલ્મો અને વેબ સીરીઝ આ અઠવાડિયે ઓટીટી પર થશે રિલીઝ

OTT Release Of Week: દર અઠવાડિયે અલગ અલગ ઓટીટી પ્લેટફોર્મ પર નવી નવી ફિલ્મો અને વેબ સીરીઝ રિલીઝ થતી હોય છે. મોટાભાગની ફિલ્મો અને વેબ સીરીઝ નેટફ્લિક્સ, જીઓ સિનેમા, એમેઝોન પ્રાઈમ અને ડિઝની પ્લસ હોટસ્ટાર જેવા ઓટીટી પ્લેટફોર્મ પર રિલીઝ થાય છે. આ ઓટીટી પ્લેટફોર્મનું સબ્સ્ક્રીપ્શન ધરાવતા લોકો ઘર બેઠા લેટેસ્ટ મુવીઝ અને શોનો આનંદ માણી શકે છે. આ ફિલ્મો અને વેબ સીરીઝ લોકોના શનિ-રવિને મનોરંજનથી ભરપૂર બનાવે છે. ત્યારે આ વીકેન્ડ પર તમે કઈ ફિલ્મો અને વેબસીરીઝ ઓટીટી પ્લેટફોર્મ પર જોઈ શકશો ચાલો તમને જણાવી દઈએ. 

કોલ મી બે

અનન્યા પાંડેની આ ફિલ્મની રાહ લોકો ઘણા સમયથી જોઈ રહ્યા છે. અનન્યા પાંડેની આ ફિલ્મ 6 સપ્ટેમ્બર અને શુક્રવારે એમેઝોન પ્રાઈમ પર રિલીઝ થઈ જશે. અનન્યા પાંડે ઉપરાંત આ ફિલ્મમાં વીર દાસ, વરૂણ સુદ અને મીની માથુર જોવા મળશે. 

કિલ 

કિલ એક એક્શન ફિલ્મ છે જે બોક્સ ઓફિસ પર સારી કમાણી કરી ચૂકી છે. આ ફિલ્મમાં રાઘવ જુયાલ અને લક્ષ્ય લાલવાની મહત્વની ભૂમિકામાં છે. એક્શનથી ભરપૂર આ ફિલ્મ 6 સપ્ટેમ્બરથી ડિઝની પ્લસ હોટસ્ટાર પર સ્ટીમ થશે. 

ડબલ ઇસ્માર્ટ

આ ફિલ્મ 15 ઓગસ્ટે રિલીઝ થઈ હતી. જેમાં મુખ્ય ભૂમિકામાં રામ પોથીનેની અને સંજય દત્ત છે. આ પણ ધમાકેદાર એક્શન ફિલ્મ છે. જોકે બોક્સ ઓફિસ પર આ ફિલ્મ ખાસ કમાલ કરી શકી નથી. હવે આ ફિલ્મ amazon prime પર સ્ટ્રીમિંગ માટે ઉપલબ્ધ છે. Amazon prime પર આ ફિલ્મ તેલગુ, તમિલ, મલયાલમ અને કન્નડ ભાષામાં સ્ટ્રીમ થશે. 

તનાવ 2

આ વેબ સીરીઝનો પહેલો પાર્ટ ખૂબ જ લોકપ્રિય રહ્યો હતો. લોકો આ વેબ સિરીઝની બીજી સિઝનની બેસબરીથી રાહ જોઈ રહ્યા હતા. Sonyliv પર તનાવ 2 વેબ સિરીઝની બીજી સીઝન 6 સપ્ટેમ્બરથી સ્ટ્રીમ થશે. આ વેબ સિરીઝ જબરદસ્ત એક્શન અને થ્રીલરથી ભરપૂર છે. 

ધ પરફેક્ટ કપલ 

આ વેબ સીરીઝ નેટફ્લિક્સ પર રિલીઝ થઈ ચૂકી છે. આ અમેરિકન વેબ સિરીઝની સ્ટોરી એક પુસ્તક પર આધારિત છે. આ હોલીવુડ વેબ સિરીઝથી બોલીવુડ એક્ટર ઈશાન ખટ્ટરે હોલીવુડમાં ડેબ્યુ કર્યું છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news