Devara Trailer: દમદાર એકશન ફિલ્મ દેવરાનું ટ્રેલર ઉડાવી દેશે તમારા હોશ, જોઈ લો ફટાફટ Video

Devara Trailer: ટ્રેલરમાં એક જબરદસ્ત ટ્વિસ્ટ પણ જોવા મળે છે. જુનિયર એનટીઆર આ ફિલ્મમાં ડબલ રોલમાં જોવા મળી શકે છે. ટ્રેલરને જોઈને આવો અંદાજ આવે છે.

Devara Trailer: દમદાર એકશન ફિલ્મ દેવરાનું ટ્રેલર ઉડાવી દેશે તમારા હોશ, જોઈ લો ફટાફટ Video

Devara Trailer: દુનિયાભરમાં RRR ફિલ્મથી પોતાની અલગ જ ઓળખ ઊભી કરનાર સાઉથના સુપરસ્ટાર જુનિયર એનટીઆરની ફિલ્મ દેવરા રિલીઝ થાય તેની ચાહકો આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. જુનિયર એનટીઆરના ફેન્સને હવે થોડી રાહત મળી છે. કારણ કે આ ફિલ્મની એક ઝલક એટલે કે તેનું ટ્રેલર રિલીઝ કરવામાં આવ્યું છે. આ ફિલ્મનું ટ્રેલર એટલું દમદાર છે કે ફિલ્મને લઈને લોકોનો ક્રેઝ વધી રહ્યો છે. 

આ મહિનાના અંતે જુનિયર એનટીઆર અને જાનવી કપૂરની ફિલ્મ દેવરા પાર્ટ વન સિનેમા ઘરોમાં રિલીઝ થશે. આ ફિલ્મને લઈને દર્શકોમાં ઉત્સુકતા છે. દર્શકોની ઉત્સુકતા આ ટ્રેલર જોઈને અનેક ગણી વધી ચૂકી છે. આ ફિલ્મ કેટલી દમદાર હશે તેની એક ઝલક ધાંસુ ટ્રેલર પરથી મળે છે. 

જુનિયર એનટીઆર જાનવી કપૂરની ફિલ્મ દેવરા પાર્ટ 1 ના ટ્રેલરની રાહત ઘણા સમયથી જોવાઈ રહી હતી. આ ફિલ્મમાં પહેલી વખત જાનવી કપૂર અને જુનિયર એનટીઆરની જોડી જોવા મળશે. આ ફિલ્મમાં સેફ અલી ખાન પણ વિલનના રોલમાં જોવા મળશે. ફિલ્મના ટ્રેલરમાં જુનિયર એનટીઆર અને સેફ અલી ખાનનો ધાંસુ એક્શન અવતાર જોવા મળ્યો છે 

ટ્રેલરમાં એક જબરદસ્ત ટ્વિસ્ટ પણ જોવા મળે છે. જુનિયર એનટીઆર આ ફિલ્મમાં ડબલ રોલમાં જોવા મળી શકે છે. ટ્રેલરને જોઈને આવો અંદાજ આવે છે પરંતુ હકીકતમાં ફિલ્મની સ્ટોરીમાં શું ટ્વીસ્ટ હશે તે તો સિનેમા ઘરોમાં ગયા પછી જ ખબર પડશે. 

ફિલ્મના બજેટની વાત કરીએ તો દેવરા ફિલ્મ 300 કરોડના બજેટમાં તૈયાર થઈ છે. ફિલ્મની સ્ટોરી સમુદ્ર કિનારે રહેતા લોકોની આસપાસ ફરે છે.. આ લોકો પર સમુદ્રી લુટેરા અત્યાચાર કરે છે. આ લોકોને બચાવવા માટે જે વ્યક્તિ આવે છે તેને બધા દેવરા કહીને બોલાવતા હોય છે..આ ફિલ્મ બે પાર્ટમાં બની રહી છે. જેમાં પહેલો પાર્ટ 27 સપ્ટેમ્બરે દુનિયાભરના સમયમાં ઘરોમાં રિલીઝ થવાનો છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news